ઉદય રંજન/અમદાવાદ :દેશ આઝાદીનો 75 માં અમૃત્સવ કાર્યક્રમની આજે ઉમિયાધામમાં ઉજવણી કરાઈ. રાષ્ટ્રભાવના અને પર્યાવરણને જોડી 75 હાજર પરિવારોમાં તિરંગાનું વિતરણ કરાયુ હતું. તો સાથે જ 75 હજાર રોપાઓને રોપવામાં આવ્યા હતા. આ વર્ષે 75 હજાર અને આવતા વર્ષે પણ 75 હજાર એમ બે વર્ષમાં 1.5 લાખ વૃક્ષો રોપવાનો ઉમિયાધામનો ટાર્ગેટ છે. ત્યારે જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેનો શુભારંભ કરાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરપી પટેલે કહ્યુ કે, જેહાદના નામે પાટીદાર સમાજની દીકરીઓ બહાર જાય છે. તેથી માતાપિતા ઘરમાં સારું વાતાવરણ ઉભું કરે અને ઘરમાં દીકરીઓનું ધ્યાન રાખે. ઘરમાં સારા વાતાવરણથી દીકરીઓનું વડીલો ધ્યાન રાખે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં 300 થી વધારે આવા કેસ નોંધાયા છે. તેથી વડીલો ધ્યાન રાખી દીકરીઓને આ માર્ગે જતી અટકાવે.


આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ સ્લીમ બોડીનું રહસ્ય, પાતળા લોકોનુ વજન આ કારણે વધતુ નથી



આરપી પટેલે ગતરોજ જણાવ્યુ હતું કે, ઉમિયા ધામમાં અનેક નવા પ્રયાસો કરાશે. નવું ઉપવન પણ આગામી સમયમાં બનાવવામાં આવશે. ‘એક વૃક્ષનું દાન 500 રૂપિયા’ એવી વિચારધારા સાથે વૃક્ષારોપણનું કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામડાઓમાં ખેડૂતો પણ તેમાં જોડાય તે માટે ફળોના વૃક્ષો ઝાડ વાવી તેનું ઉત્પાદન અને હરિયાળી વધે તે માટે પણ ભાર મુકવામાં આવશે. 7 મી ઓગસ્ટે દરેક જિલ્લાઓના મથકો ઉપર ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રીના હર ઘર તિરંગાની મુહિમ સાકાર કરવામાં આવશે. વૃક્ષારોપણથી કાર્બન ક્રેડિટના ઉદેશ્ય સાથે ઉમિયાધામ નવી મુહિમ શરુ કરાશે. આગામી સમયમાં વૃક્ષ અને નાના મોટા છોડ સાથે 1 લાખ વૃક્ષની માવજત કરવામાં આવશે, દર વર્ષે વૃક્ષારોપણનો આંકડો વધશે. 7 વર્ષ બાદ એક લાખ વૃક્ષથી 3 હજાર કાર્બન ઘટાડી શકીશું. કાર્બન ક્રેડિટથી જે પણ આર્થિક લાભ મળશે તે ફરીથી સમાજના ઉત્કર્ષ માટે વપરાશે


આ પ્રસંગે ગાંધીનગરની શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 1551 ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ બનાવાયો હતો. વિશ્વ ઉમિયા ધામ, શ્રી વેદ ઇન્ટરનેશનલ અને રાધે રાધે પરિવાર દ્વારા 75 હજાર રાષ્ટ્ર ધ્વજ અને 75 હજાર પ્લાન્ટ્સનું રોપણ કરવામાં આવ્યું.