Gandhinagar News : ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી બિનવારસી કારમાંથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા છે. આ મામલે ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે તપાસ શરુ કરી છે. એક સોસાયટીમાં ચેરમેનને શંકાસ્પદ કારમા બાર બોર રાઈફલ અને કાર્ટીઝ દેખાતા પોલીસને જાણ કરી હતી. આ કારમાંથી દેશી બનાવટના તમંચા, બાર બોર રાઈફલ, ખાલી કાર્ટીઝ, મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ, ખાલી કાર્ટીઝ વગેરે મળી આવ્યું છે. ક્રેનની મદદથી પોલીસે કારને બહાર કાઢી હતી. ગાંધીનગર એલસીબીની ટીમ તપાસ માટે સોસાયટીમાં પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી છે. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 2 રિવોલ્વર, 2 દેસી ક્ટ્ટા, 300 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. હાલ ઇન્ફોસિટી પોલીસે કાર કબ્જે કરીને કાર્યવાહી શરૂ કરી છે. 


અંબાલાલ પટેલ પેટાળમાંથી પાણી શોધવામાં માહેર છે, તાંબાના સળિયાથી કરે છે દેશી જુગાડ


પરંતુ રાજધાનીમા આ પ્રકારે હથિયારોથી ભરેલી કાર મળી આવતા અનેક શંકાઓ ઉપજે છે. આખરે આ કાર કોની છે અને કોણ અહી મૂકી ગયુ તે દિશામા પોલીસ તપાસ શરૂ કરી છે. અને આટલા બધા હથિયારો માટે શુ થવાનું હતું. 


ફલેટમાંથી જે કાર મળી આવી છે તે હ્યુન્ડાઈ વર્ના કાર છે, જે અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની કાર છે. કાર પર ધૂળ જમા થયેલી છે, તેથી તે લાંબા સમયથી અહી પડી હોય તેવું લાગે છે. હાલ પોલીસ આ કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે તપાસમાં લાગી છે. પરંતુ આ કારમાં રહેલા હથિયારોનો શું ઉપયોગ થવાનો હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની સૌથી પહેલા તપાસ કરવામાં આવશે. 


તલાટીની પરીક્ષાથી માલામાલ બન્યું એસટી વિભાગ, એક જ દિવસમાં તોતિંગ આવક થઈ