અમિત રાજપૂત/અમદાવાદ :ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.


ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાભાજો માસ્ટર પ્લાન બનાવતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગણેશ મંડળા જયેશ રામી જણાવે છે કે, તેમનુ પંડાલ અભિનંદનની બહાદુરીને સલામ કરે છે અને તેમણે જે બહાદુરીની મિશાલ પેદા કરી છે, તે જોતા અમે ગણેશ ઉત્સવમાં તેમની થીમ અને દેશભક્તિને લોકોની વચ્ચે લાવ્યા છીએ. આયોજક જૈમિને આ ઉપરાંત પાકિસ્તાનની જડબાતોડ જવાબ આપવા વિશે અભિનંદનને શુભકામનાઓ આપી હતી. 


પંચમહાલ : ઘરમાં સૂઈ રહેલી દીકરીને ઉંચકીને લઈ જઈ પિતાએ આચર્યું દુષ્કર્મ


ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનનું એફ-16 ફાઈટર જેટને ક્રેશ કર્યું હતું. જોકે, આ ઘટનામાં અભિનંદનનું મિગ-21 ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું અને અભિનંદન એલઓસીથી 7 કિલોમીટર દૂર પાકિસ્તાનના હોરનમાં પડ્યા હતા. ઘટનામાં વિંગ કમાન્ડર અભિનંદનનો જીવ તો બચી ગયો, પણ પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા. બાદમાં પાકિસ્તાને જિનેવા કન્વેશન અંતર્ગત તેમને છોડી દીધા હતા.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :