ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાબાજો માસ્ટર પ્લાન બનાવતા

ઢબુડી માતાનાં નામે લોકો સાથે ઠગાઈ કરતા ધનજીની ઓડની એક પછી એક ચોંકાવનારા વીડિયો ક્લિપ સામે આવી રહ્યાં છે. ત્યારે ઝી મીડિયા આજે ધનજીના ઠગાઈનું સુઆયોજિત ષડ્યંત્ર વિશે બતાવશે, ખરેખર કેવી રીતે પોતાના સાગરિત અને પરિવાર સાથે મળીને ધનજી ઓડ લોકોને છેતરતો હતો. કોણ કોણ છે તેના સાગરીતો અને શું કામ કરતા હતા.  

ઢબુડી માતા માટે ભક્તોમાં આંધળો વિશ્વાસ જગાવવા ધનજીની ટોળકીના આ ભેજાબાજો માસ્ટર પ્લાન બનાવતા

મૌલિક ધામેચા/અમદાવાદ :ઢબુડી માતાનાં નામે લોકો સાથે ઠગાઈ કરતા ધનજીની ઓડની એક પછી એક ચોંકાવનારા વીડિયો ક્લિપ સામે આવી રહ્યાં છે. ત્યારે ઝી મીડિયા આજે ધનજીના ઠગાઈનું સુઆયોજિત ષડ્યંત્ર વિશે બતાવશે, ખરેખર કેવી રીતે પોતાના સાગરિત અને પરિવાર સાથે મળીને ધનજી ઓડ લોકોને છેતરતો હતો. કોણ કોણ છે તેના સાગરીતો અને શું કામ કરતા હતા.  

ગાંધીનગરના રૂપાલ ગામથી ઢબુડી માતાનાં નામે ધનજી ઓડે લોકો સાથે ઠગાઈ કરવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે લોકોની શ્રદ્ધા વધતા ધનજીએ તેનો વેપાર શરુ કર્યો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને સુવ્યવસ્થિત રીતે રૂપિયા કમાવવા મોડેસ ઓપરેન્ડી બનાવી. તેનુ આ ધતિંગ જાણી જતા રૂપાલ ગામમાંથી તેને હાંકી કઢાયો હતો. ગ્રામજનોએ રૂપાલમાંથી બહાર કાઢ્યા બાદ તેણે પોતાનું નેટવર્ક વધુ મોટું કરવા પ્રયત્નો કર્યા. પોતાના જ સાગરીતોને સભામાં બેસાડી કામ થયા હોવાના ગુણગાન ગવડાવ્યા, જેથી લોકોમાં ઢબુડી માનો વિશ્વાસ વધવા લાગે. હકીકતે થયું પણ એવું. ધનજી ઓડનો આ પ્લાન કામ કરી ગયો અને પોતાના સાગરીતોને અલગ અલગ કામ સોંપ્યું. ક્યારેક વિધિનાં નામે તો ક્યારેક પ્રસાદનાં નામે તેણે રૂપિયા પડાવ્યા. 

એક સૂત્રએ જણાવ્યું કે, ચાંદખેડા પાસેનાં શકલ રેસિડેન્સીમાં અનેક વખતે તેના સાગરીતો બેગ ભરીને રૂપિયા લાવતા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહી પણ કેટલાક શ્રદ્ધાળુઓ, જે ખર્ચ કરી શકે તેવાને પારખી લઈને આ ટોળકી રાત્રે બોલાવતી અને વિધિ કરવા કે દુખ દૂર કરવાનાં બહાને લાખો ખંખેરી લેતા. રૂપિયા મોહમાયા હોવાનું પોતાની યુટ્યુબ ચેનલમાં લોકોને ભાષણ કરી કહેતા. 

tejustify">ધનજી ઓડને ઢબુડી માતાના બનાવવા આ ટોળકીનો છે હાથ 

https://lh3.googleusercontent.com/-RNF4Xyx204E/XW9WrGjViBI/AAAAAAAAJBw/cmh_habEmgsUdtMrPG5MTjPITL-DO1V5ACK8BGAs/s0/Dhanaji_Family.jpg

(ડાબેથી પ્રથમ ધનજીની પત્ની પવન, જે માથા પર ચુંદડી ઓઢીને સભામાં ધૂણે છે, બીજી તસવીરમાં ધનજીનો પુત્ર વિપુલ ઓડ છે)

  • ધનજી ઓડ - ઢોંગી ઢબુડી માતા

માત્ર પરચો આપ્યા હોવાનું નાટક કરવા અલગ અલગ શહેરોમાં ધનજી ઓડ માટે ગાદી આયોજન કરવામાં આવતું. ત્યાં આવનારા સંખ્યાબંધ શ્રદ્ધાળુઓમાં 50થી વધુ સેવકો માત્ર ધનજીની જી હજુરી કરતા. કેટલીક જગ્યાએ તો ફૂલોનો વરસાદ કરાવીને તેની પર ચાલવા માટે પણ આયોજન કરવામાં આવતું. ધનજી અલગ અલગ રીતે પ્રસાદ આપી માહોલ બનાવવાનું કામ કરતો. 

  • પવન ધનજી ઓડ - ધનજી ઓડની પત્ની 

આ છે ધનજી પોડની પત્ની કે તમામ જગ્યાએ ગાદીનું આયોજન થાય ત્યાં ઢબુડીનું શણગાર કરેલુ રમકડું લઈ જતી અને પરચાનો દેખાડો કરવાનું થાય એટલે પત્ની પણ ધુણવા લાગતી. જેથી લોકોમાં ધનજી અને ઢબુડી માતાનો વિશ્વાસ વધવા લાગતો. 

  • વિપુલ ઓડ - ધનજીનો પુત્ર 

પરિવારજનોની આ ટોળકી હંમેશા સાથે રહેતી અને તેમાં પણ નારા બોલાવવા કે ભક્તિમય માહોલ કરવા માટે ધનજીનો આ પુત્ર વિપુલ ગાદીની પાસે જ બેસતો.

આ વટવૃક્ષની અનેક ડાળીઓ અને ઊંડા મુળિયા ઉતારવા તેના સેવકો પણ છે. જેનાં મગજની ઉપજથી આખો ધર્મનો કારોબાર ચાલતો. કેટલાક લોકો ગાદીનાં આયોજન વખતે વ્યવસ્થા જોતા, તો ધનજી ઉર્ફે ઢબુડીમાં પરચા આપતા હોવાના ગુણગાન કરતા સાથે જ લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે શ્રદ્ધાળુઓના પૈસા લીધા વગર કામ થતા હોવાના એનાઉન્સમેન્ટ કરવામાં આવતી. આવો જોઈએ કોણ છે આ સાગરીતો અને તેમનો આખાય ષડયંત્રમાં શું રોલ હતો ?

https://lh3.googleusercontent.com/-EagfASM3g_Y/XW9WxLPhGVI/AAAAAAAAJB8/2Sztvz63-F4OWsaKIMuZw25LJ7KO-YXvACK8BGAs/s0/Dhanaji_Team.jpg

(ધનજીના સાગરીતો ડાબેથી દિલીપ ગઢવી, વિનોદ પરમાર અને ભરત લેઉવા)

  • વિનોદ પરમાર - ધનજીનો વહીવટદાર 

આમ તો વિનોદ પરમાર જમીન-મકાનની દલાલી કરે છે. રાજકીય વગ ધરાવતો વિનોદ હપ્તા પહોંચાડી કેટલાક પોલીસકર્મીઓ આ આયોજનમાં અડચણરૂપ ન બને તેવી વ્યવસ્થા ઉભી કરતો. એટલું જ નહિ રૂપાલમાંથી ધનજીને કાઢવામાં આવ્યો ત્યારે ચાંદખેડામાં શકલ રેસીડેન્સીમાં 23 હજારનાં પોતાના મકાનને ભાડે પણ વિનોદ પરમારે જ આપ્યું હતું.

  • ભરત લેઉઆ - ધનજીનો સેવક

ભરત લેઉઆ મૂળ હોમગાર્ડનો જવાન છે અને અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં ફરજ પણ બજાવે છે. પણ ધનજી ઓડના પંડાલમાં તેનું કામ એક વિશ્વાસુ ડ્રાઈવર તરીકેનું અને રૂપિયાની હેરાફેરી કરવાનું છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર, ભરત લેઉઆ છેલ્લા 2 વર્ષથી ધનજીની કાર ચલાવે છે. જ્યાં પણ ગાદીનું આયોજન થયું હોય ત્યાં વ્યવસ્થા કરવાનું કામ કરતો.

  • દિલીપ ગઢવી - ધનજીનો સેવક 

ધનજી ઓડની પાપલીલાનો પ્રચાર કરવો એ દિલીપ ગઢવીનું કામ હતું. જ્યાં પણ ગાદીનું આયોજન થયું હોય ત્યાં સુધી કેટલાક સાગરીતોને લઈ દિલીપ ગઢવી ઢબુડી માનાં પરચાની ચર્ચા કરાવતો. એટલું જ નહિ, પણ જો કોઈ ઢોંગી ધનજીનો ફોટો પાડવા જાય તો તેને રોકી કપરી સજા ભોગવવી પડતી હોવાનું કહીને ડરાવતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news