અમદાવાદ :આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં સરકારે કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને કૃત્રિમ તળાવમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયો પ્રદૂષિત ન થાય તેમાટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ વાજતે-ગાજતે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. તો વિદાય દરમિયાન અનેક લોકોના આંખ આંસુ પણ આવી રહ્યા છે. ગણપતિ વિસર્જનને લઈને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં 60 જેટલા કુંડ બનાવાયા
આજે ભગવાન ગણેશનું વિસર્જનને પગલે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર વિસર્જન માટે મનપા દ્વારા 60 જેટલા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ અને મનપા તંત્ર ખડેપગે રહીને ગણપતિ વિસર્જન કરાવશે. વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ છે. 


અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈ ચાંપતો બંદોબસ્ત કરાયો છે. સવારે 11 વાગ્યાથી ગણેશ વિસર્જનના સ્થળો આસપાસના રોડ-રસ્તાને ડાયવર્ઝન અપાયા છે. રિવરફ્રન્ટ, સરદારનગર અને શાહીબાગ વિસ્તારમાં શ્રદ્ધાળુઓનો ધસારો રહેશે. અમદાવાદમાં 7 DCP, 25 ACP, 77 PI, 340 PSI, 5750 હેડ કોન્સ્ટેબલ, 525 મહિલા હેડ કોન્સ્ટેબલ, 10 કંપની SRP, 2 ટુકડી RAF, 3400 હોમગાર્ડ જવાન, 350 મહિલા હોમગાર્ડ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



સુરતમાં 21 કૃત્રિમ તળાવ ઉભા કરાયા
સુરતમાં આજે ગણપતિ વિસર્જન માટે 21 કૃત્રિમ તળાવો ઉભા કરાયા છે. જેમાં મોટી મૂર્તિઓ ડુમસ અને હજીરા પર વિસર્જન કરાશે. તેમજ નાની મોટી 70 હજાર મૂર્તિઓનું વિસર્જન કરાશે. સુરતમાં વિસર્જનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 


વડોદરામાં વિસર્જન પહેલા પોલીસનું રિહર્સલ
આજે શ્રીજી વિસર્જનને લઈને ગઈકાલથી વડોદરા શહેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ કમિશ્નરે માંડવી ખાતે પોલીસ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. શ્રીજી વિસર્જનને પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. પોલીસ બંદોબસ્તમાં 11 ડીસીપી, 20 એસીપી, 80 પીઆઈ, 250 પીએસઆઇ, પોલીસ 4000, એસઆરપીની 9 કંપનીઓ 900 કર્મીઓ, રેપીડ એક્શન ફોર્સ 120 જવાન, મહિલા સીઆરપીએફ કંપની 80, ટ્રાફિક બ્રિગેડસ 600
માણસો, હોમ ગાર્ડ્સ 2400, કુલ પોલીસ સહિત કુલ 8000 જેટલા કર્મીઓ તૈનાત રહેશે. 


વડોદરામાં 750 સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર માર્ગ પર સુપરવિઝન કરશે. 4 જેટલા ડ્રોનની મદદથી અવકાશી નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત શોલ્ડર લાઇટ ટુકડી 160, વિડીયોગ્રાફર્સ 50, માઉન્ટ થયેલ પોલીસ 8, સુપરકોપ બાઇક 16, વોચ ટાવર્સ 16, ઇમરજન્સી ટ્યુબ લાઈટ્સ 25, ઇમરજન્સી ફ્લેશ લાઇટ્સ 30, બ્લેક બોડી પ્રોટેક્ટર 80, વિશેષ સ્ક્વોડ અને ક્યુઆરટી 3 ટીમો રાખવામાં આવી છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પીસીબીના 14 સ્ક્વોડ સ્ટેન્ડ બાય રહેશે.