ઝી બ્યુરો/સુરત: ગણેશ ચતુર્થીના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકતંત્રના મંદિર એવા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પાવન પર્વ પર માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સુરત ખાતે પણ નવા સંસદ ભવન જાહેર જનતા અને ગણેશજીના ભક્તો જોઈ શકે આ માટે સુરતના વાસ્તવ ગ્રુપ દ્વારા નવા સંસદ ભવનના થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યું છે. જેને ગણેશ ચતુર્થી ના પર્વ પર ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરત તારા ખજાને ખોટ શું પડી! નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન જૂનાગઢમાં યુવાનનું મોત


સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ખાસ ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ગણેશજીની પ્રતિમા બીરાજમાન છે આમ તો સંપૂર્ણ રીતે ભક્તિમય વાતાવરણ છે પરંતુ જ્યારે ભાવિક ભક્તો આ ગણેશ પંડાલની અંદર જશે ત્યારે તેઓ ચોકી જશે કારણ કે ગણેશ પંડાલની અંદર નવા સંસદ ભવનની તમામ પ્રતિકૃતિ જોવા મળશે તેમાં અખંડ ભારત હોય કે ચોલ વંશના રાજા આ તમામ પ્રતિકૃતિઓ ગણેશ ભંડારની અંદર જોવા મળશે. સાથે ચાણક્યની પણ પ્રતિકૃતિ જોવા મળશે. 


અંબાજી રોશનીથી ઝગમગ્યું: વીમા કવચથી યાત્રિકોને સુરક્ષિત કરાયા, 20 કિ.મીમાં દુર્ઘટના


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સહિતના મહાનુભવોની તસ્વીર પણ આ પંડાલની અંદર બનાવવામાં આવી છે આ સાથે નવા સંસદ ભવનમાં જે રીતે ની તસ્વીર છે તે પણ જોવા મળશે. આ સંસદ ભવનની પ્રતિકૃતિ સાથે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પણ જોવા મળશે. ગણેશજીની પ્રતિમા જોઈ એક તરફ લોકોને ભક્તિ નો અનુભવ થશે ત્યારે બીજી બાજુ અશોક સ્તંભ અને નવા સંસદ ભવનની પ્રતિકૃતિ જોઈ રાષ્ટ્રભાવના પણ જાગૃત થશે. આ વખતે ગણેશ પંડાલ ને નવા સંસદ ભવનની થીમ પર તૈયાર કર્યું છે. 


સંતોનો હુંકાર! 'આવી ગયો ધર્મ યુદ્ધનો સમય, હવે ન જાગ્યા તો બદલાઈ જશે તિરંગાનો કલર'


આ થીમ પર પંડાલ બનાવવા માટે અઢીથી ત્રણ મહિના લાગ્યા છે. જ્યારે ગણેશ ભક્તો પંડાલની અંદર આવશે ત્યારે તેઓને અશોક સ્તંભના દર્શન થશે. જે રીતે નવા સંસદ ભવનમાં પ્રતિકૃતિઓ છે તે જ પ્રતિકૃતિ આ પંડાલની અંદર બનાવી છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં પણ ગણેશ ચતુર્થીના પર્વ પર ગણેશપંડાલ ની અંદર નવા સંસદ ભવનની થીમ પર પંડાલ ભાવિ ભક્તો માટે ખુલ્લો મુક્યો હતો.


ગુજરાત હાઈકોર્ટમાં 723 જગ્યાઓ માટે પડી જાહેરાત, 2.15 લાખ સુધી મળશે પગાર