BIG BREAKING : ગુજરાત હાઈકોર્ટમાં 723 જગ્યાઓ માટે પડી જાહેરાત, 2.15 લાખ સુધી મળશે પગાર

Gujarat High Court: લાંબા સમયથી ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે આ સમાચાર કોઈ મોટી ખુશખબરથી કમ નથી. કારણકે, આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટમાં બંપર ભરતી. એક સાથે અલગ અલગ પોસ્ટ માટે કરવામાં આવશે બંપર ભરતી. જાણો સંપૂર્ણ વિગતો,,,,

BIG BREAKING : ગુજરાત હાઈકોર્ટમાં 723 જગ્યાઓ માટે પડી જાહેરાત, 2.15 લાખ સુધી મળશે પગાર

BIG BREAKING : ગુજરાતમાં નોકરી માટે તૈયારી કરતા છાત્રો માટે સૌથી મોટા સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટમાં જુદા જુદા સવર્ગની જગ્યાઓ ભરવાને મંજૂરી અપાઈ છે. જેને પગલે હાઇકોર્ટમાં જુદા જુદા વર્ગની કુલ 723 જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. કાયદા વિભાગે આ ભરતીને લીલીઝંડી આપી દીધી છે. જેને પગલે નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા બેરોજગારો માટે આ સૌથી મોટા સમાચાર છે. એડિષનલ રજિસ્ટ્રારથી લઈને એટેન્ડેડ સુધીની ભરતીની જાહેરાત થઈ છે. એટલે ક્લાસ વનથી લઈને કલાસ 4 સુધીની ગુજરાત હાઈકોર્ટમાં જગ્યાઓ પડી છે.

એડીશનલ રજિસ્ટ્રાર માટેનું પગાર ધોરણ 1.23 લાખથી લઈને 2.15 લાખ રૂપિયા સુધી છે. આ પોસ્ટ પર 5 જગ્યાઓ ભરાશે. આ જ પ્રકારે ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે પણ 06 જગ્યાઓ બહાર પડી છે. આ પોસ્ટ માટે પણ 78 હજારથી લઈને 2.09 લાખ પગાર ધોરણ છે. સૌથી ઓછો પગાર 14,800 એટેન્ડન્ટ કમ કુકનો રહેશે. ગુજરાતીઓ માટે હાલમાં હાઈકોર્ટમાં નોકરી કરવા માટે સૌથી સારી આ તક છે. 

No description available.

No description available.

 

No description available.

આ શરતોને આધિન ભરતી થશે:
1. આ જગ્યાઓ પર નિમણૂંક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે. 
2. કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમોનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ કે લાયકાત ધરાવતા હોવા જોઈએ.
3. રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નિયત કરવામાં આવેલ ભાષાકીય-ખાતાકીય પરીક્ષાઓ નિયત તકમાં પાસ કરવાની રહેશે.
4. સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાંવિભાગના તા.૧૮/૩/૨૦૦૫ ના ઠરાવ ક્રમાંકઃનપન/૨૦૦૩/જીઓઆઈ/૧૦ (પા.ફા.) ની જોગવાઈ પ્રમાણે રાજય સરકાર દ્વારા તા. ૧/૪/૨૦૦૫ થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધીત પેન્શન યોજના હેઠળ આવરી લેવાના રહેશે.
5. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનો ખર્ચ રાજય સરકારના સ્થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે.
6. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે.
7. યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
8. આ અંગેનો ખર્ચ મુખ્ય સદર -૨૦૧૪- ન્યાયતંત્રનો વહીવટ -૧૦૨- હાઇકોર્ટ, પેટા સદર ૦૨ રજીસ્ટ્રાર હેઠળ સને ૨૦૨૩-૨૪ (મહેસૂલી) ની ગ્રાન્ટમાંથી ઉધારવાનો રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news