Bharuch News ભરત ચુડાસમા/ભરૂચ : ભારત દેશના કુલ 15 રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઇટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે કર્યો છે. પોલીસે બેંકના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ભારત દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડ ટ્રેડિંગ માં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઇટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.


દાદાના દમદાર 100 દિવસ : આ નિર્ણયોથી પાટીદાર મુખ્યમંત્રીએ ગુજરાતમાં સપાટો બોલાવ્યો


સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલ સોનાના ટ્રેડિંગમાં વધુ રિટર્ન મેળવવાની લાલચ આપી રૂ.૩૭ લાખની ફ્રોડના ગુનાની તપાસ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવાઈ હતી. જેનું એનાલીસીસ કરી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઇસમોને સુરત ખાતેથી ધરપકડ કરી છે. આ આરોપીઓ દ્વારા મજૂરોને લોન અપાવવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લેવાતા હતા. તેનાથી લોન ઇચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ. કાર્ડ, ચેક બુક, પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઇ ખાતે મોકલી આપતા હતા. 


અમદાવાદીઓ તમારી સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે


આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ પ્રી-એક્ટીવ નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા હતા. તેમજ કેટલાક નંબરોનો જથ્થો દુબઇ ખાતે મોકલી આપતા. ભારતના 15 રાજ્યોમાં છેતરપીંડી કરેલ હોવાનું જેમાં સાયબર ક્રાઇમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ NCRP (૧૯૩૦) પોર્ટલ ઉપર સર્ચ કરતા કુલ -૮૬ તેમજ અન્ય ૧૦ મળી કુલ – ૯૬ ફરીયાદ હોવાનું બહાર આવવા સાથે જુદા જુદા બેંક એકાઉન્ટ માંથી રૂ.32 કરોડના વ્યવહાર પણ બહાર આવ્યા છે.


ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ-અંબાજી નહિ, ગુજરાતના આ મંદિરમાં ઉમટે છે ભક્તોની વધુ ભીડ