ઉદય રંજન, અમદાવાદઃ આજના સમયમાં મોબાઇલ અને ઈન્ટરનેટના જમાનામાં ચોરી અને છેતરપિંડી પણ ડિજિટલ થવા લાગી છે. ચીટર્સ ટોળકી કોઈને કોઈ તોળ કાઢી લેતી હોય છે. સૌથી સુરક્ષિત ગણાતા એપલના આઈફોનમાં આઈ ક્લાઉડમાં ચેડા કરવાની ઘટના સામે આવી છે. જેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ છે. 
એપલ કંપનીના આઈફોનમાં આવતા આઈ ક્લાઉડના આઈડી અને પાસવર્ડની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. જે ફોન ખોવાઈ કે ચોરાઈ જાય તે આઈફોનને અનલોક કરતી ટોળકી શહેરમાં સક્રિય થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇફોન ખોવાઈ જાય તો આ ટોળકી દ્વારા આઇફોન યુઝરને એક ચોક્કસ લિંક મોકલી આઇક્લાઉડ આઇ.ડી અને પાસવર્ડ લિંક મારફતે મેળવી લેવામાં આવે છે. ટેકસ મેસેજ દ્વારા આવેલી લિંકમાં પાસવર્ડ અને આઇ.ડી ગ્રાહક નાખે એટલે ચોરાયેલા આઇફોનની સાચો આઇકલાઉડ આઇ.ડી બદલી નાખવામાં આવે છે.


ચોરેલા અને ખોવાયેલા આઇફોનને અનલોક કરી દેનારી ટોળકીની મોડ્સ ઓપરેન્ડી સાયબર ક્રાઇમ દ્વારા શોધી કાઢવામાં આવી છે. સાઇબર ક્રાઇમને તપાસ દ્વારા 32 જેટલી લિંકો પણ મળી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube