* નારોલમાં થયેલા ખાનગી ફાયરિંગનો મામલો
* ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કરી ધરપકડ
* મુખ્ય આરોપી સહિતની ફાયરિંગ કરનાર ગેંગ ઝડપાઇ
* ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને ખંડણી માંગવાનું અને ફાયરિંગ કરવાનો ઘડ્યો હતો પ્લાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એક વાર વેપારીઓમાં ખંડણીખોરનો ખોફ ફેલાયો છે. ભલે મોટી ગેંગ એક્ટિવ ન હોય પણ કોરોનામાં આવેલી બેકારીએ લોકોને આવા ગુના આચરવા મજબૂર કર્યા છે. નારોલમાં મૂર્તિકારને ફોન કરી ખંડણી માંગી ગબ્બર નામના શખશે ફાયરીગ કર્યું હતું. આ કેસમાં હવે નવા ખુલાસા થયા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરતા ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપીને દેવું થઈ જતા તેના જ સંબંધી પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.


કોસ્ટલ હાઇવેનાં સપના દેખાડી જનતાને ખાડામાં નાખી, 4 વર્ષથી બિસ્માર બનેલા હાઇવે માટે MLA એ રોડ પર ઉતરવું પડ્યું


પોલીસ કસ્ટડીમાં દેખાતા આ શખ્સો પર આરોપ છે ખંડણી માંગી ફાયરિંગ કરવાનો. આરોપીઓના નામ છે જગદીશ ઉર્ફે મોનું પ્રજાપતિ જે કેસનો મુખ્ય આરોપી છે. તેણી સાથેના સાગરીતો પ્રકાશ ઉર્ફે ટીંગુ અને સની ગોચર આ શખ્સોએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને ભેગા મળી ફાયરિંગને અંજામ આપ્યો. આ કેસમાં જગદીશે 10 હજાર આપીને મોબાઇલ ફોનથી ધમકી આપવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ધમકી એક સગીર પાસે અપાવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મોબાઈલ મણિનગર પાસે આવેલી એક હોસ્પિટલના ઓટલા પરથી ફુલની લારી વાળાનો ચોરી કર્યો હોવાની કબુલાત આરોપીએ કરી છે. અને આજ મોબાઈલ ફોનથી મૂર્તિકાર વેપારી ને ₹ 5 થી 10 લાખ આપવાની ધમકી ભર્યો કોલ કર્યો હતો.


લોન નહી ભરતા ગાડી સીઝ કરવા આવેલા વ્યક્તિનું અપહરણ, અમદાવાદમાં સર્જાયા પકડાપકડીના દ્રશ્યો


પોલીસે આરોપીને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યું કે લોકડાઉનના લીધે પાંચેક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેથી ભોગ બનનાર વ્યક્તિ આરોપી જગદીશના સબંધી હોવાથી તેને જ ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. બાદમાં આરોપીઓએ  યુપી ખાતે જઈને એક દેશી બનાવટનો તમંચો, પાંચ કારટીસ ખરીદ્યા. ત્યારબાદ સમગ્ર ઘટનાનો રોલઆઉટ નક્કી થયો.એક પછી એક બને સગીર આરોપીઓએ અલગ અલગ જગ્યા અને સ્થળો પરથી મોબાઈલ ફોનની ચોરી કરી. ચોરી કરેલા મોબાઈલને મુખ્ય આરોપીને આપ્યો અને તેણે આ ફોનથી ધમકી આપી ખંડણી માંગી. નવાઈની વાત એ છે કે બંને સગીર આરોપીઓને આ કામના 10 હજાર આપવાની લાલચ મુખ્ય આરોપી જગદીશે આપી હતી. માત્ર એક નાનકડી રકમની લાલચમાં આ બંને સગીરોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. 


Surat: બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો


મહત્વનું છે કે, લોકડાઉનમાં બેકારી વધતા લોકો ગુના આચરવા તરફ વળ્યા છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી. જેમાં રૂપિયા માટે થઈ લોકો ગુના આચરવા લાગ્યા. ત્યારે આવા અનેક અનડીટેકટ ગુના કે જેમાં આવી કહાની આવે છે તે બાબતે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube