કોસ્ટલ હાઇવેનાં સપના દેખાડી જનતાને ખાડામાં નાખી, 4 વર્ષથી બિસ્માર બનેલા હાઇવે માટે MLA એ રોડ પર ઉતરવું પડ્યું

ચાર ચાર વર્ષથી વેરાવળ - કોડીનાર બિસ્માર નેશનલ હાઇવે મુદ્દે ધારાસભ્ય રોડ પર ઉતરવાની ફરજ પડી હતી. સરકારની આંખો ખોલવા માટે આખરે ધારાસભ્યએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. જોકે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી લેખિત બાંહેધરી આપતા ધારાસભ્યનું રસ્તા રોકો આંદોલન મુલતવી રહ્યું હતું. નેશનલ હાઇવેના જવાબદાર અધિકારી દ્વારા મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કરવામાં આવ્યો હતો. 
કોસ્ટલ હાઇવેનાં સપના દેખાડી જનતાને ખાડામાં નાખી, 4 વર્ષથી બિસ્માર બનેલા હાઇવે માટે MLA એ રોડ પર ઉતરવું પડ્યું

હેમલ ભટ્ટ/ વેરાવળ: ચાર ચાર વર્ષથી વેરાવળ - કોડીનાર બિસ્માર નેશનલ હાઇવે મુદ્દે ધારાસભ્ય રોડ પર ઉતરવાની ફરજ પડી હતી. સરકારની આંખો ખોલવા માટે આખરે ધારાસભ્યએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. જોકે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી લેખિત બાંહેધરી આપતા ધારાસભ્યનું રસ્તા રોકો આંદોલન મુલતવી રહ્યું હતું. નેશનલ હાઇવેના જવાબદાર અધિકારી દ્વારા મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કરવામાં આવ્યો હતો. 

આ દ્રશ્ય છે દેશના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને જોડતા નેશનલ હાઇવે વર્ષ 2016 માં શરૂ થયેલા નવીનીકરણનું કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. જેના થયું અને વધારે સમય મર્યાદા સાથે 22 માસ કર્યા પરંતુ 22 માસના આજે 4 વર્ષ વીતી જવા છતાં રસ્તાનું કામ પૂરું થયું નથી. હયાત રસ્તો પણ અતિબિસ્માર હાલતમાં છે. છેલ્લા ચાર ચાર વર્ષથી અતિબિસમાર નેશનલ હાઇવેના કારણે સ્થાનિકો સહિત દેશ વિદેશથી આવતા યાત્રિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર નેશનલ હાઇવે મુદ્દે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા પણ જવાબદાર નૅશનલ હાઇવે ઓથોરિટી સહિત લગત તંત્રને અનેક વાર લેખિત મૌખિક રજુઆત કરી પરંતુ બેજવાબદાર તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આખરે ધારાસભ્ય ભગવાન બારડે રસ્તા રોકો આંદોલનની લેખિત ચીમકી તંત્રને આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહી થતાં આખરે ધારાસભ્ય રસ્તા પર ઉતરી આવ્યા હતા.

જોકે 22 માસમાં પૂર્ણ કરવાનું કામ ચાર ચાર વર્ષથી અધરતાલ અંગે નેશનલ હાઇવેના જવાબદાર અધિકારી એવા પ્રોજેક્ટ ડિરેક્ટર રાજીવ મલ્હોત્રાએ મીડિયા સમક્ષ વરસાદ અને જમીન સંપાદનનું કારણ આગળ ધરી લુલો બચાવ કર્યો હતો. જો કે ધારાસભ્ય ભગવાન બારડે નેશનલ હાઇવેના અધિકારી દ્વારા વરસાદ અને જમીન સંપાદનના કારણને પાયાવિહોનો ગણાવી નબળા અને ગોકળગતિ એ ચાલતા કામ માટે એજન્સી અને નેશનલ હાઇવે ઓથોરિટીની મિલીભગતના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. કરોડોના ખર્ચે જેતપુર-સોમનાથ નેશનલ હાઇવેના એક માસ પૂર્વે જ થયેલા મરામત કામમાં પણ હાલ ફરી ખાડા પડવા લાગ્યા છે.

ધારાસભ્ય રસ્તા પર ઉતરી આવતા નૅશનલ હાઇવેના પ્રોજેક્ટ ડિરેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. બિસ્માર રસ્તાની વહેલી તકે મારામત કામની લેખિત બાંહેધરી આપી મામલો થાળે પડ્યો હતો. જોકે મીડિયા સાથે વાત કરવાથી દુર ભાગવા કોશિશ પણ કરી હતી. હાલ તો વધુ એક વાર આશ્વાસન અપાયું છે,પરંતુ જો આગામી દિવસોમાં નક્કર પરિણામ નહીં આવે તો પ્રજા હિતમાં ફરી રસ્તા રોકો આંદોલન ઉપરાંત હજારો લોકો સાથે ભૂખ હડતાલ પર ઉતરવાની ધારાસભ્ય ભગવાન બારડે તૈયાર બતાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news