સુરત : સુરતમાં લોકડાઉન ખુલતાની સાથે જ એકવાર ફરી ગેંગવાર ચાલુ થઇ ચુકી છે. સુરતમાં પણ જાણે ફરી એકવાર બે ગેંગોની અથડામણ લોહીયાળ બની છે. ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર પર ડિંડોલી વિસ્તારમાં 10 જેટલા લોકોએ બુટલેગર પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં તેનું મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંતલપુર નજીક ટ્રેલર પલટી મારી જતા ડ્રાઇવર-ક્લિનર જીવતા ભડથુ થઇ ગયા

શહેરના ડીંડોલી વિસ્તારમાં ભીમનગરમાં બિનકાયદેસર દારૂનો વેપાર કરતા કાળુ નામના બુટલેગરે કેટલાક શખ્સો સાથે તિક્ષ્ણ હથઇયારોના ઘા માર્યા હતા. પોલીસની તપાસમાં અજ્જુ નામના બુટલેગરે સાગરિતો સાથે કાળુની હત્યા કરી હોવાનુ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે મળેલા CCTV ફુટેજ અનુસાર પોતાનીકારમાંથી ઉતર્યો તે સાથે જ રાહ જોઇને બેઠેલા ટોળાએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખા હતી. જો કે તે ભાગને પોતાનાં ઘર તરફ ગયો પરંતુ દરવાજા પર તેને પકડીને રહેંસી નાખ્યો હતો. 


કચ્છ નશીલા પદાર્થોની હેરાફેરી માટેનું સ્વર્ગ બન્યું, 15 દિવસમાં 1 કરોડનું ચરસ જપ્ત

દરમિયાન કાળુને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. કાળુની હત્યાના મુદ્દે પોલીસે બનાવના સ્થળેથી વિચલિત કરતા કરતા સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે હાલ ગુનો નોંધીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે.


ગુજરાતમાં આજના દિવસમાં કુલ 480 નવા કેસ, 319 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં જાણે ગેંગવોર હવે જાણે સામાન્ય બની રહી હોય તેવું લાગી રહ્યું છે. સુર્યા મરાઠી ગેંગવોર બાદ હવે વધારે બે વચ્ચે ગેંગવોર થઇ છે. સુરત પોલીસની સામે પણ આ ઘટના બાદ સવાલો ઉઠી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર