• જામનગર રેપ કેસમાં ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી. 

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રેપ કેસમાં વધુ એક ફરાર મોહિત ભાટિયાની શોધખોળ શરૂ કરી


મુસ્તાક દલ/જામનગર :હાથરસની સગીરા સાથે થયેલા દુષ્કર્મના પડગા હાલ સમગ્ર દેશમાં પડ્યા છે. પરંતુ ગુજરાતમાં પણ ઉપરાઉપરી મહિલા સાથે બળાત્કારના ત્રણ બનાવ બન્યા છે. મહીસાગર જિલ્લામાં મહિલા પર ગેંગરેપની ઘટના હજી તાજી જ છે. ત્યારે ગુજરાતમાં મહિલા સલામતી પર સવાલો ઉભા થયા છે. જામનગરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. શહેરના યાદવ નગર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. જેમાં 4 નરાધમોએ મળીને સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.


આ પણ વાંચો : નવરાત્રિ અંગે મોટા સમાચાર, અનલોક-5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ 


સગીરા પર ચાર યુવકોનુ દુષ્કર્મ


બન્યું એમ હતું કે, જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારના મહાદેવ નગરમાં આ બનાવ બન્યો છે. જેમાં 15 વર્ષની સગીરા પર ચાર યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. ચારેય યુવકોએ સગીરાને ઊંઘની દવા પીવડાવી હતી. ચારેય યુવકો સગીરા પર ગેંગરેપ કરીને ભાગી ગયા હતા. 28 સપ્ટેમ્બરના રોજ આ બનાવ બન્યો હતો. 


આરોપીએ બળાત્કારનો વીડિયો બનાવ્યો હતો 


જામનગર રેપ કેસમાં ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. જામનગર LCB એ ચાર આરોપી પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સગીરાના મિત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ યુવકોએ મળીને સગીરા સાથેના બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. 


આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હાહાકારને 200 દિવસ થયા, 2 દર્દીથી આંકડો 1.41 લાખ પહોંચી ગયો 


LCB એ દર્શન ભાટિયા, મિલન ભાટિયા અને દેવકરણ ગઢવીની ધરપકડ કરી છે. આ રેપ કેસમાં વધુ એક ફરાર મોહિત ભાટિયાની શોધખોળ શરૂ કરી છે. સગીરા સાથે એક આરોપીને સબંધ હતો અને પછી તેના ત્રણ મિત્રોએ શરીર સંબંધ બાંધેલા હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જાહેર કર્યુ છે. ઝડપાયેલા ત્રણેય આરોપી મહાદેવનગર વિસ્તારના જ છે.