• બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી. તેની માતાએ આ વિશે પૂછતા ગેરેજ માલિક મોતી કનોજીયાએ કરેલી હરકતની વાત કરી

  • પોલીસને જાણ કરાતા સ્થાનિકોએ ગેરેજ ચલાવતા મોતી કનોજીયાને પોલીસ હવાલે કર્યો


મૌલિક ધામેચા / અમદાવાદ :અમદાવાદમાં ફરી એક વખત હેવાનિયતની હદ વટાવતો કિસ્સો વાડજમાં બન્યાનું સામે આવ્યું છે. નવ વર્ષીય બાળકી સાથે પરિચિત ગેરેજ ચલાવતા એક શખ્સે ખરાબ દાનતથી બાળકી સાથે અડપલા કર્યા. જોકે આસપાસના લોકોએ આ હરકત જોઇ જતા પોલીસને જાણ કરીને આરોપીને પોલીસ હવાલે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેરેજ ચલાવતા શખ્સે બાળકી સાથે અડપલા કર્યાં 
ફરિયાદની હકીકતની વાત કરીએ તો, વાડજ વિસ્તારમાં પેપર પસ્તીનો વ્યવસાય કરી ઘરનું ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટ્યું. પરિવારની સૌથી નાની ૯ વર્ષીય દીકરી સાથે નજીકમાં જ ગેરેજ ચલાવતા શખ્સે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં આ હેવાન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. નવ વર્ષની બાળકી જ્યારે સાયકલ લઇ પોતાના ઘર આસપાસ ફરતી હતી તે દરમ્યાન ગેરેજ માલિકે બાળકીને બોલાવી હતી. એટલુ જ નહિ, તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. 


આ પણ વાંચો : આજથી ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત 


બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી 
હેવાનના ચુંગલમાઁથી છૂટેલી બાળકી માતાપિતા પાસે પહોંચી છે. બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી. તેની માતાએ આ વિશે પૂછતા ગેરેજ માલિક મોતી કનોજીયાએ કરેલી હરકતની વાત કરી હતી. બાદમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા સ્થાનિકોએ ગેરેજ ચલાવતા મોતી કનોજીયાને પોલીસ હવાલે કર્યો હતો.  પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે.


આ પણ વાંચો : કોરોનાની સાથે બાળકોમાં MIS-C બીમારીનું સંકટ વધ્યું, 3 મહિનામાં સુરતમાં 200 કેસ નોંધાયા