Garlic Price Hike Suddenly : ડુંગળી બાદ હવે લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. કમોસમી વરસાદના લીધે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. લસણના ભાવમાં વધારો થતાં સ્થાનિક બજારોમાં વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 કિલો લસણ લેનાર ગ્રાહક હાલમાં 100 થી 200 ગ્રામ લસણની ખરીદી કરી કામ ચલાવી રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે, સ્થાનિક માર્કેટમાં લસણના એક કિલોના રૂ.300 થી 400 સુધીના ભાવ પહોંચ્યા છે. લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મધ્યપ્રદેશના લસણનો મણનો ભાવ ૩૫૦૦થી ૫,૦૦૦ બોલાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ મોંઘું થયું લસણ
આદુ અને ડુંગળી બાદ લસણના ભાવમાં તેજી જોવા મળી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લસણના ભાવ 300 થી 400 રૂપિયા કિલો પર પહોંચી ગયા છે. ગૃહિણી પર મોંઘવારીનો વધુ માર પડ્યો છે. મુખ્યત્વે વપરાશમાં આવતા લસણના ભાવમાં વધારો થતાં ગૃહિણી પર મોંઘવારીનો માર પડ્યો છે. લસણના ભાવ વધવા છતાં આવકમાં ઘટાડો જોવા મળતો નથી. જોકે, ગ્રાહકો ભાવ હોવા છતાં મોઘું લસણ ખરીદવા મજબૂર બન્યા છે. બહારથી આવતા માલની આવક ઘટતાં લવણના ભાવમાં એકાએક વધારો થયો છે. માલની આવક ઓછી આવતા બજારમાં લસણ મોઘું થયું છે. 


ઉત્તર ગુજરાતનો આ પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, 25 કુરિવાજો પર પ્રતિબંધ મૂક્યો


કમોસમી વરસાદ પણ કારણભૂત
કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને થઈ અસર છે. સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 ‎રૂપિયા છે. લસણના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ બજેટ ખોરવાયું છે. દિવાળી સમયે પ્રતિ કિલો 200 રૂપિયા લસણનો ભાવ હતો. હવે પ્રતિ કિલો 100 રૂપિયાનો વધારો થતાં 300 રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લસણ આવે છે. કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદી પર કાપ મૂકી રહી છે. 


ગૃહિણીઓએ લસણનો વપરાશ ઘટાડ્યો 
જામનગરમાં લસણના ભાવ વધારાથી ગ્રહણિઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગ્રહણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે ગ્રહણીઓની રસોઈ ફીકી પડી રહી છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવો આસમાને પહોંચી રહ્યા છે. જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂ.250 થી 300 સુધીના ભાવ છે. જ્યારે ફોલેલા લસણના તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવોને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાય છે.


નીતિન પટેલનું મોટું નિવેદન : હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ છે


જ્યારે લસણના વધતા ભાવો અંગે જામનગરના શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ લસણની નિકાસ ખૂબ મોટાપાયે કરવામાં આવી રહી છે અને જેના કારણે યાર્ડમાં આવક ઘટી રહી છે. જેના પગલે જામનગરની બજારોમાં લસણના ભાવ ખૂબ ઊંચા જઈ રહ્યા છે અને હજુ જો આ નિકાસ બંધ નહીં કરવામાં આવે તો આગામી બે થી ત્રણ મહિના આ પ્રકારે લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી સંભાવનાઓ છે.


જ્યારે હાપા માર્કેટ યાર્ડમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. હાપા યાર્ડમાં જથ્થાબંધમાં એક મણના રૂપિયા 3500 થી 4000 સુધી લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે હાપા યાર્ડમાં લસણના એક મણના રૂપિયા 500 થી 1000 સુધીના જ ભાવ હતા. દર ત્રણ વર્ષે આ પ્રકારની જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પરિસ્થિતિ સર્જાય છે. તેના પગલે છૂટક બજારમાં લસણના ભાવ ઉંચા જાય છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવોમાં પણ ધરખમ વધારો થતો હોવાનું હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. 


પાટીદારોની સૌથી મોટી સંસ્થામાં ચોરી, કોક ઉમિયા માતાની મૂર્તિ જ ચોરી ગયું