ભરૂચ: ભરૂચ જિલ્લામાં દહેજના રહિયાદ ખાતે આવેલ જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં મોડી રાતે ગેસ લીકેજનો બનાવ બનતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે ગામમાં લોકોની જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ હતી.  મોડી રાતે સર્જાયેલ ટેકનિકલ ખામીના કારણે ફોકજીન નામનો ઝેરી ગેસ લીકેજ થવાથી 37 ગ્રામજનોને ગેસની અસર થઈ હતી. તમામ અસરગ્રસ્તોને ભરૂચ ખાતે આવેલ જીએનએફસી નર્મદા નગરમાં હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના ના પગલે વહીવટી તંત્ર તેમજ કંપની દ્વારા રહીયાદ ગામ ખાલી કરાયું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 રૂપિયા સુધી સસ્તુ થશે પેટ્રોલ, 4 રૂપિયા ઘટશે ડીઝલના ભાવ, આ છે SBIનો નવો ફોર્મૂલા


ગેસ લીકેજના પગલે મોડી રાતે કંપનીના ગેટ ઉપર ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવતા વાતાવરણ ગરમાયુ હતું. હાલ કંપનીના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ ગત રાત્રિથી ગ્રામજનોદહેજ ખાતે જી.એન.એફ.સી. ની શિફ્ટ ડ્યુટીની બસો ગ્રામજનો દ્વારા અટકાવાઈ હતી. ફોકઝીન ગેસ લિકેજના કારણે ગ્રામજનોને આંખોમાં બળતરા, ઉબકા આવા, ઉલટી થવી તેવા ચિહ્નો દેખાતા તાત્કાલિક કંપની અને વહીવટી તંત્ર દ્વારા લીકેજ પર કાબુ મેળવી અને અસરગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી હતી, જેના કારણે હાલ તો મોટી દુર્ઘટના ટળી છે. 

ખુશખબર : ગુજરાતમાં એક બે દિવસમાં થઇ શકે છે વરસાદ, જાણો કેવી છે હવામાન આગાહી? 


ભોપાલ ગેસ લિકેજની દુર્ઘટનામાં જે ગેસ લિક થયો હતો તેના જેવો જ આ ફોકઝીન ગેસ ખતરનાક હોવાનું બહાર આવ્યું છે. અત્યારે ઘટનાના 12 કલાક બાદ પણ જીએનએફસી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.