અમદાવાદ: અમદાવાદમાં થનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા મોટેરા સ્ટેડિયમની બહાર બનેલો એક ગેટ તૂટી પડ્યો હોવાના અહેવાલ છે. કહેવાય છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમના આ ગેટથી જ સ્ટેડિયમમાં દાખલ થવાના હતાં. આ અગાઉ જ શનિવારે આ ગેટ અચાનક તૂટી પડ્યો. જો કે આ ઘટના ઘટી ત્યારે ગેટ પાસે કોઈ હાજર નહતું. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસ અગાઉ તૈયારીમાં લાગેલા અધિકારીઓએ હવે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: મોદી-ટ્રમ્પના રોડ શો અંગે મહત્વના સમાચાર, 9 નહીં 22 કિમીનો જ રહેશે રોડ શો


વાત જાણે એમ છે કે અમદાવાદના જે મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી લોકોને સંબોધિત કરવાના છે તેમાં પ્રવેશ માટે અનેક ગેટ બનાવવામાં આવ્યાં છે. ગેટ નંબર 3થી અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદીનો કાફલો અંદર દાખલ થવાનો હતો. અધિકારીઓએ આ માટે અહીં એક હંગામી ગેટ બનાવ્યો હતો. જે શનિવારે પૂરપાટ પવનના કારણે પડ્યો. 


VIDEO: MP હનુમાન બેનીવાલે કહ્યું- 'દલિત સમાજ માટે મોદી સરકાર ચિંતિંત પરંતુ...'


વધુ વિગતો માટે જુઓ video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube