અમદાવાદ : કોઇ ગઠિયાઓ નોટમાં દાગીના મુકાવીને આશીર્વાદ માંગે તો તમારે સાવધાન થવાની જરૂર છે. ગઠિયાઓ નજર ચુકવીને 100,500 કે 2000 નોટમાં દાગીનાનું પડીકું આપવાનું કહીને દાગીના લઇને ફરાર થઇ જાય છે. આવી જ એક ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જોવા મળી છે. જેમાં એક વૃદ્ધાએ 40 હજાર રૂપિયાના દાગીના ગુમાવવાનો વારો આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા નિર્મળાબેન પાલવાણી તેમના પતિ તથા બાળકો સાથે રહે છે. તેમના પતિ હરજીવનની ચાલી સામે આવેલા ગુરૂ નાનક દરબાર ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી સત્સંગ માટે જાય છે. શુક્રવારે નિર્મળાબેન તથા તેમના પતિ ગુરૂ નાન દરબારમાં સવારે 6 વાગ્યે સત્સંગ માટે ગયા હતા. આ દરબારમાં બેઠા હતા તે સમયે બંન્ને સિવાય કોઇ હાજર નહોતું. ત્યાર બાદ એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેની સાથે અન્ય એક વ્યક્તિ બહાર ઉભો હતો. 
દરબારમાં આવેલો સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલું હતું. તે હિન્દી તથા સિંધી ભાષામાં વાત કરતો હતો. આ શખ્સે નિર્મળાબેન તથા તેમના પતિ પાસે આવીને કહ્યું કે, મને આશીર્વાદ આપો હું સોનાનો ધંધો કરવાનો છું. તેમ કહી ડાબા હાથમાં પહેરેલી બે સોનાની બંગડીઓ મુકાવી હતી. નિર્મળા બહેને તેમની 40 હજારની કિંમતની બે બંગડી 500 રૂપિયાની નોટમાં મૂકી હતી. 


આ વ્યક્તિએ દરબારમાં કથાના પાટલા નીચે તે પડીકું વાળી મૂક્યું હતું અને પાંચ મિનિટ પછી સોનાની બંગડી તમે લઈ લેજો એવું નિર્મળા બહેનને કહીને ત્યાંથી જતો રહ્યો હતો. જો કે થોડા સમય બાદ જોયું તો પડીકું નહોતું. જેથી પોતે ઠગાયા હોવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube