* જંગલ બચાવો વૃક્ષ બચાવો અભિયાન
* ગૌચર બચાવો વિકાસના નામે વિનાશ કોઈપણ ભોગે કરવા નહીં દઈએ
* પવનચક્કીઑ તેમજ વીજ લાઈનોથી મીઠા વૃક્ષો ના જંગલો નો સોંથ 
* ખેડૂતોના ખેતરો બાગાયતો, પશુ ચરીયાણ ની જમીનો તેમજ ગૌચર જમીનો બચાવો
* પ્લે બોર્ડ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ
* સાંગનારા ગામે  ૫૦૦ થી વધુ લોકો એ ગૌચર માટે રેલી કાઢી
* સંગનારા સાથે ૧૩ જેટલી સંસ્થાઓ પણ જોડાઈ
* આજે આખું ગામ આબાલ વૃદ્ધ સાથે ધરણાં પર બેઠા
* સર્કલ ઓફીસર ગાંડા બાવળ બતાવ્યા ત્યાં ૨૮હજાર વૃક્ષો NGT ના સરવે માં આવ્યાનો આરોપ 

 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજેન્દ્ર ઠક્કર/નખત્રાણા: તાલુકામાં સાંગનારા પવનચક્કીના આગમન બાદ રાષ્ટ્રીય પક્ષી મોરના મરણ થવાના બનાવ રોજિંદા બની જવા પામ્યા છે. તો હવે તેના વિસ્તાર વિકાસના પગલે પશુઓ માટેની રક્ષિત ગૌચર જમીન બચાવવા ગ્રામજનોને આગળ આવવું પડી રહ્યું છે. અને પોતાના કામ ધંધા બંધ રાખી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ પવનચક્કી ના લગાડવા વિરોધ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારી નિયમોની અવગણના કરતી કંપનીઓ પોતાની મનમાની કરવા પવનચક્કીના ટાવર લગાડવા પશુઓના ચરિયાણ દૂર કરી રહી છે. જેનો વિરોધ ગ્રામજનોને કરવો પડી રહ્યો છે.


કચ્છના બારડોલી સમાન નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ વાયરો પસાર કરવા માટે ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ખેડૂતો દ્વારા કંપનીઓનો વિરોધ કરાઈ રહયો છે તેમ છતાં ખેડૂતોનો અવાજ દબાવી તેમની માંગો અવગણીને કંપનીઓ દ્વારા દાદાગીરી પૂર્વક કામગીરી કરાઈ રહી છે. સાંગનારા ગામ 1200 હેક્ટરમાં વિસ્તરેલું છે અને જેમાંથી 700 હેક્ટરમાં જંગલ છે અને 196 હેક્ટરમાં ગૌચર જમીન આવેલી છે. સાંગનારા ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે જંગલ બચાવવા તથા વૃક્ષ બચાવવા અભિયાન કરવામાં આવી રહ્યું છે તથા ગૌચર બચાવવા તેઓ વિકાસના નામે વિનાશ કોઈપણ ભોગે કરવા નહીં દે. પવનચક્કીઑ તેમજ વીજ લાઈનો મીઠા વૃક્ષોના જંગલો તેમજ ખેડૂતોના ખેતરો,બગાયતો,પશુ ચરીયાણની જમીનો તેમજ ગૌચર જમીનોમા નિયમોને નેવે મૂકીને ઉભા કરવામાં આવે છે તથા પોલીસની ધાક ધમકીથી વિકાસના નામે વિનાશ કરવામાં આવી રહ્યું છે. 


વરસાદ ખેંચાતા ખેડૂતોની કફોડી સ્થિતિ, શાકભાજી ઉગવતા ખેડૂતોને તો આત્મહત્યા કરવાના દિવસો આવ્યા


નખત્રાણાના સર્કલ ઓફિસરે પવનચક્કીની માંગણીવાળી જમીનમાં માત્ર છૂટા છવાયા ગાંડા બાવળ અને અન્ય નાના ઝાડી ઝાંખરા આવેલા છે તેવું પંચનામુ કરેલ હતું. અમે તેના આધારે 40 જેટલી પવનચક્કીઓ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ NGT (National Green Tribunal )એ કરેલ સર્વેમાં આ સ્થળ પર 28 હજાર જેટલા વૃક્ષો હોવાનું બહાર આવ્યું હતું.


પ્રકૃતિને બચાવવા કંપનીઓ સામે સાંગનારા ગામલોકો વિરોધ કરી રહ્યા છે. માટે ગૌચર,પશુ ચરીયાણ જંગલો, ખેડૂતોના ખેતરોને બચાવવા માટે આજે સાંગનારા ગામના લોકો, ખેડૂતો, માલધારી સંગઠનો તેમજ ભારતીય કિસાન સંઘ તથા પર્યાવરણના સંગઠનો સાથે મળીને 500 જેટલા લોકોએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધમાં સાંગનારા ગામના લોકોને જુદી જુદી 10 થી 12 જેટલા સંગઠનો અને સંસ્થાઓએ આ લડતમાં સાથ આપ્યો છે.


Rozgar Divas: દારૂબંધીને લઇને સીઆર પાટીલે કહી મોટી વાત, રોજગારીના ક્ષેત્રે અગ્રેસર ગુજરાત


ઉલ્લેખનીય છે કે અગાઉ ખેડૂતો ટેન્ટ બાંધી અને ખેતરો માજ રાત્રિ રોકાણ કરીને કંપનીઓને પવનચક્કી ના નાખવા મુદ્દે વિરોધ કર્યો હતો તો આજે મોટી સંખ્યમાં ગામના લોકો, ખેડૂતો, માલધારીઓ તથા આજુબાજુના ગામોના લોકો, વિવિધ સંસ્થા અને સંગઠનોના લોકો એકત્રિત થઈને પવનચક્કીના વિરોધ તથા જંગલ બચાવવા માટે વિરોધ રેલી કાઢી હતી. પર્યાવરણ અને ગૌચર જમીનને બચાવવા માટે ગામના લોકો વીજ કંપનીઓ સામે અંત સુધી લડત લડશે અને કંઈ પણ થઈ જાય પરંતુ આ ગૌચર જમીન પર પવનચક્કી ઊભી કરવા નહીં આપે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.


2015માં સુઝલોન કંપની દ્વારા ગામમાં વિકાસના નામે પવનચક્કીના 6 પોઇન્ટ નાખવામાં આવ્યા હતા અને અમે પર્યાવરણ ને નુકસાન થતું જોયું ત્યાર બાદ અમે નક્કી કર્યું કે હવે પછી કોઈ કંપનીને ગામમાં પવનચક્કી ઊભી કરવા આપવી નથી. 2019માં બીજા 29 પોઇન્ટના હુકમ આવ્યા હતા 3 કંપનીઓના અને આ વિસ્તારમાં ગૌચર જમીન આવેલી છે માટે અમે તેનો વિરોધ કર્યો તો અમારા પર તંત્ર દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો છતાં અમે લોકોએ હાર માની નથી અને અમે હજી પણ તેમની સામે લડત ચલાવી રહ્યા છીએ અને NGT માં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને અમે ગૌચરની જમીન પર એક પણ પવનચક્કી ઊભી કરવા આપશું નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube