Rozgar Divas: દારૂબંધીને લઇને સીઆર પાટીલે કહી મોટી વાત, રોજગારીના ક્ષેત્રે અગ્રેસર ગુજરાત

સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું કે આખા દેશમાંથી કોઇ રાજયમાં સૌથી વધુ બહારથી આવીને લોકો કામ કરતા હશે તેમાં ગુજરાત (Gujarat) રાજય સૌથી મોખરે છે.

Rozgar Divas: દારૂબંધીને લઇને સીઆર પાટીલે કહી મોટી વાત, રોજગારીના ક્ષેત્રે અગ્રેસર ગુજરાત

સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના નેતૃત્વ  હેઠળ સરકારે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા તે નિમિત્તે રાજય સરકાર દ્વારા 1 થી 9 ઓગસ્ટ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે 6 ઓગસ્ટના રોજ રોજગાર દિવસ નિમેતે  રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) દ્વારા મેગા જોબ ફેર અને નિમણુંક પત્રના વિતરણનો શુંભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ સુરતના સરસાણા ખાતે યોજાયો હતો જેમા મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે 60 હજારથી વધુ યુવકોને રોજગાર નિમણુક પત્ર આપવામાં આવ્યા. સાથે રાજયના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના વરદ હસ્તે રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન "અનુબંધમ" નું લોકાર્પણ કરવામાં આવ્યું. 

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું કે, નાના-મોટા રોજગાર મેળા કદાચ આખા દેશમાં અલગ-અલગ રાજયમાં થતા હોય પણ જે રીતે આવા ભવ્ય રોજગાર મેળા (Job Fair) નું આયોજન કરવું તે પણ સફળતા પુર્વક ટાર્ગેટ પુરો કરી અને 20 ટકા વધારો કરવો તે ગુજરાત (Gujarat) માં શકય છે અને એટલે  સરકારને અને અધિકારીઓને અભિનંદન પાઠવું છું. આ ઉજવણી નથી પરંતુ 05 વર્ષ પૂર્ણ કર્યા પછી પ્રજાને વધુમાં વધુ શું આપી શકાય તેમજ પ્રજાને શું લાભ થાય તે માટેનો આ કાર્યક્રમ છે. 

સાથે સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું કે આખા દેશમાંથી કોઇ રાજયમાં સૌથી વધુ બહારથી આવીને લોકો કામ કરતા હશે તેમાં ગુજરાત (Gujarat) રાજય સૌથી મોખરે છે. જે રીતે કોરોના પછી સરકારે લોકોને બસ અને ટ્રેન મારફતે તેમના વતન જવાની વ્યવસ્થા કરી તે આખા દેશમાં કોઇ રાજયએ નથી કરી. અને આ જ બતાવે છે કે લોકો ગુજરાતમાં શા માટે આવે છે કામ મળે છે અને તેમને સંતોષ મળે છે. અને સરકારની અલગ અલગ યોજનાથી લોકોને લાભ મળે છે તે અંત્યત મહત્વનું છે. 

સી.આર.પાટીલે (CR Patil) મહત્વની વાત કરતા જણાવ્યું કે,રાજયમાં દારૂબંધી ખુબ મહત્વનું પાસુ છે. દારુબંધીનો સરકાર મક્કમતાથી અમલ કરાવે છે અને એના કારણે ઉદ્યોગકારોને ફાયદો થાય છે. સાથે સરકાર દ્વારા સમયસર સબસીડી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે ઇન્ફાસ્ટ્રકચર પુરુ પાડવાનો પ્રયત્ન થાય છે તેના કારણે પણ ઘણો ફાયદો થાય છે. સાથે સી.આર.પાટીલે જણાવ્યું કે આખા રાજયમાં જે રીતે ઇન્ફાસ્ટ્રકચર આપી યુવાનોને તૈયાર કરવામાં આવે છે સ્કીલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે તેના કારણે ઉદ્યોગકારોને બહુ ફાયદો થાય છે. સાથે જણાવ્યું કે ગુજરાત સરકારે ખેડૂતોને દિવસે સિંચાઇ માટે વિજળી આપવાની શરૂઆત કરી. 

સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે રોજગારીની તકો ઉભી કરવા  રાજયોમાં રોજગાર મેળા શરૂ કર્યા અને ઉદ્યોગકારોને આંમત્રિત કર્યા  જેના લીધે નવું ઇનવેસ્ટમેન્ટ આવ્યું ,નવી ઇન્ડસ્ટ્રી આવી તેના કારણે રોજગારીની તકો ખૂબ વધી છે  સાથે જણાવ્યું કે યુવાનોને રાજયમાં પોતાના અધિકારો માટે હડતાલો કરે તેના કારણે અશાંતી ઉભી કરવાના બનાવો પણ ગુજરાત (Gujarat) માં બનતા નથી અને ભાગ્યે બને તો તે પણ સમજાવટથી પુરા થાય છે અને ગુજરાતનું ભવિષ્ય ખૂબ ઉજળુ છે.

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે રોજગાર મેળામાં 62 હજાર યુવાનોને નોકરી પ્રાપ્ત થઇ રહી છે તે દરેક યુવાનને શુભકામના પાઠવી. કોરોના કાળમાં વિશ્વ આખુ થંભી ગયું છે અને મોટા ભાગના વિવેચકો જે વિવિચેન કરે છે કે હજારો લાખો લોકોની નોકરી કોરોના કાળમાં ગઇ છે. નોકરી (Job) વિહોણા થઇ ગયા છે અને નોકરી માટે ગુજરાત આશાનું કિરણ બન્યું છે. સાથે વિજય રૂપાણી (Vijay Rupani) એ જણાવ્યું કે આજે સરકારના પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે સરકારનું લક્ષાંક પંચાસ હજાર યુવાનોને નોકરી આપવાનું હતું તેના બદલે 62 હજાર યુવાનોને નોકરી મળી રહી છે. 

કોરોના (Coronavirus) ના કપરા કાળમાં ગુજરાત લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે, તકની ધરતી છે, અહી આવીને તક પ્રાપ્ત કરીને યુવાનો નવી ઉડાન ભરી શકે તે રીતે આ ગુજરાતની વ્યવસ્થા છે. પંડિત દિન દયાળ ઉપાધ્યાયના“હર હાથ કો કામ અને હર ખેત કો પાનીના” ઉદેશથી રાજય સરકાર કામ કરી રહી છે.આદરણીય વડાપ્રધાન નરેનદ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં આપેલા વચનો એક પછી એક સરકારે પુરા કર્યા. ભારતીય જનતા  પાર્ટી જે કહે છે તે કરે છે અને એટલુ જ બોલે છે તેમ જણાવ્યું હતું . સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગત કોર્પોરેશનની ચૂંટણી અને પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસ (Congress) ના લોકોને પ્રજાએ બેકાર કરી દીધા છે અને આ બેકારો અત્યારે રાડુ પાડે છે તેમને બેકાર પ્રજાએ કર્યા છે તેમા અમે કશુ ન કરી શકીએ. પ્રજા હવે તેમને જાણી ગઇ છે. ગુજરાત તો હવે આગળ વધી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ઉર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ દર આખા દેશમાં અગત્યનો છે. રોજગારી માટે સરકારે જે રીતે નીતી બનાવી છે તેના કારણે મુડીરોકાણ આવે છે અને તેના કારણે રોજગારીની તકો વધે છે. કારણકે સરકારની નીતી લોકોને આકર્ષે છે. ઉદ્યોગનીતીના કારણે ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ આપણે ત્યા આવી રહી છે.

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે જે રીતે ગુજરાતની અંદર MSME 30 લાખ જેટલી છે અને સવા લાખ કરોડ લોકોને રોજગારી આપે છે. મુખ્યમંત્રીએ દેશમાં પહેલી વખત પહેલા પ્રોડકશન અને  પછી પરમીશન આ નીતી સાથે MSME પોલિસી બહાર પાડી છે. રાજયના મુખ્યમંત્રીએ રાજયમાં નાના લોકો નવા વિચાર લઇને આવે તો તેને પ્રોત્સાહીત કરવાનું ચાલુ કર્યુ અને એના કારણે ગુજરાત સ્ટાર્ટઅપની અંદર દેશમાં પ્રથમ સ્થાને છે. સોલર પોલીસ અને કચ્છની ધરતી પર 70 હજાર હેકટર ઉપર દુનિયાનું સૌથી મોટુ સોલર પાર્ક 30 હજાર મેગા વોટનું કામ શરૂ કર્યુ અને 2030 સુધીમાં પુરુ થશે અને સવા લાખ રૂપિયાનું મુડીરોકણ આવશે જેનાથી રોજગારી વધશે. 

આ કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ વરચ્યુલ જોડાયા હતા, શ્રમ,રોજગાર અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ ,રાજયના શ્રમ અને રોજગારમંત્રી દિલિપભાઇ ઠાકોર,ધારાસભ્યો અને મંત્રીઓ , સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા,સુરત શહેરભાજપના પ્રમુખ નિરંજનભાઈ જાજમેરા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ પટેલ સહિતના હોદેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news