સ્નેહલ પટેલ/નવસારી : નવસારીમાં કચ્છની કોયલ કહેવાતી ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. જેમાં લાખો રૂપિયાની સાથે ડોલરનો પણ વરસાદ થયેલો જોવા મળ્યો હતો. લોકો ગીતા રબારીની આજુબાજુ ટોળે વળીને રૂપિયા અને ડોલર વરસાવતા નજરે પડ્યા હતા. ગૌ સેવાના લાભાર્થે આ ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીમાં તાજેતરમાં જ ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. ત્યારે બીજીવાર ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે પણ ભરી ભરીને રૂપિયા અને ડોલર વરસાવવામાં આવ્યા હતા. નવસારીના બી.આર. ફાર્મમાં ડાયરાનું આયોજન કરાયું હતું. 


પોલીસની બાજ નજર વચ્ચે આજે લોકરક્ષક દળની પરીક્ષા: વડાગામમાં ઉમેદવારોને લઈ જતી ST બસનો ડ્રાઈવર હતો નશામાં ધૂત