ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠામાં ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર 15 દિવસમાં જ ચૂંટણી આવે છે માટે તૈયાર રહો. આ ભવિષ્યવાણી વાવનાં પૂર્વ ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચકાચક થઇ જશે ગુજરાતના ગામડાઓના રસ્તા! 'દાદા' એ મંજૂર કર્યા 668,00,00,000 કરોડ


ગેનીબેને ભાભરની લોકનિકેતન છાત્રાલયમાં યોજાયેલી કોંગ્રેસના કાર્યકોરની બેઠકમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની 15 દિવસમાં જ જાહેરાત થઈ જશે. એટલે જેને પણ ટિકિટ મળે તેને જીતાડવાના છે. ગેનીબેને આ બેઠકમાં કહ્યું કે, બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. મતલબ કે વાવ બેઠકમાં કોંગ્રેસ મોવડી મંડળ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપે તેવી લાગણી ગેનીબેન ઠાકોર વ્યક્ત કરી રહ્યાં છે. જી હા...ગેનીબેને આડકતરી રીતે ગુલાબસિંહના નામનો સંકેત આપ્યો છે. 


આ તારીખથી ગુજરાતમા શરૂ થશે મેઘાનો નવો રાઉન્ડ, અંબાલાલે શુ આપ્યો આવનારા ખતરાનો સંકેત?


ગેનીબેન ઠાકોરે કહ્યું કે, હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને તમે વાવની પેટા ચૂંટણીમાં જે પણ ઉમેદવાર આવે તેને જીતાડજો. આ બેઠકમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર હતા અને તેમની હાજરીમાં ગેનીબેને કહ્યું કે બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે. 


સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો! બનાસની ધરતી પર બીજું અંગદાન, 68 વર્ષીય મધુબેને માનવતા..