સાબરકાંઠા રેપ કેસ અંગે વાવના ધારાસભ્ય ગેનીબેનનું વિવાદિત નિવેદન, કહ્યું - આરોપીને સળગાવી દેવાય
સાબરકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાનો સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતીય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.
પાલનપુર: સાબરકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાનો સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતીય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. જેના પગલે પરપ્રાંતીય પરિવારો દહેસતમાં આવી ઘર છોડી પોતાના વતન જવા મજબુર બન્યા છે. ત્યારે આ મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ગરે રજૂઆત કરવા ગયેલી મહિલા સામે વિવાદિત નિવેદન આપતા ગેનિબેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સાબરકાંઠાના ઢૂંઢેર ગામમાં માસૂબ બાળકી પર થયેલા રેપ કેસ મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકી પર થયેલા રેપ કેસ મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ઘરે રજૂઆત કરવા પહોંચેલી મહિલા સમક્ષ ગેનીબેને વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે આવી ઘટનાઓ બને ત્યારે જ આરોપીને સળગાવી દેવાય. 500, 1000 લોકોના ટોળાએ આરોપીને આરોપીને પોલીસના હવાલે ન કરાય પૂરો કરી દેવાય. ગેનીબેનના આવા નિદેવનનો વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે.
આ અગાઉ પણ ગેનીબેને વિવાદિત નિવેદનો મુદ્દે વિવાદમાં રહેલા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થેયાલો ગેનનીબેનના વિવાદિત નિવેદનની સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગેનીબેન ધ્વારા આપાવમાં આવેલા નિદેવનને તેઓએ વખોડ્યું હતું. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે બાળકી પર રેપ થાય એટલે લોકેમાં આક્રોશ જોવા મળેય છે. દરેક વ્યક્તિએ કાયદા પર શ્રદ્ધા રાખવી જોઇએ. દેશમાં કાયદો સર્વોપરી છે, તેનું સન્માન કરવું જોઇએ.