હાર્દિક દીક્ષિત/વડોદરા: પહેલાના જમાનામાં પહેલો વરસાદ એટલે પ્રેમનો અવસર કહેવતો. પણ હવે લોકો પહેલા વરસાદમાં નેતાઓને નફરતની નજરે જુએ છે. હસવાની વાત નથી આ હકીકત છે. જો તમને સાચું ન લાગતું હોય તો ચાલો આજે આપડે વડોદરાના ઉબડખાબડ રસ્તાઓ વિષય પર શબ્દોની સોનોગ્રાફી કરી લઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


PM મોદી ક્યારેક બાલાચડી નહોતા જઈ શક્યા : હવે ગૃહ જિલ્લામાં બનશે અનોખી સૈનિક સ્કૂલ



વાત છે કલા નગરી વડોદરાની!
ખરેખર આ કલા નગરી છે કારણ કે પાલિકામાં બેઠેલા સત્તાધીશો અને સ્થાનિક નેતાઓની કલાકારી પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર ઉભરી આવી છે. નફ્ફટ નેતાઓના પાપે લોકો પોતાના લોહીથી ચોમાસાના વધામણાં કરી રહ્યા છે. શહેરમાં ઠેરઠેર ખાડા જ ખાડા. તૂટેલા ફૂટેલા રોડ અને વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની વાત કરીએ તો પાલિકા દ્વારા મોટામોટા સપના બતાવી આ ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે પાલિકાના પાપે અહીંના લોકો માથે હાથ દઈને રોઈ રહ્યા છે. લોકો આજે પણ ગામની ગલીઓમાં જૂની યાદો વાગોળી રહ્યા છે.



કન્ટેઈનરે 3 ગાડી અડફેટે ચડાવી દીધી અને પછી હોટલમાં ઘૂસી ગયું, 10 લોકોના દર્દનાક મોત


ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં લોકો સારવાર કરાવવા માટે જાય છે અને એની બાજુમાં આવેલું ડી માર્ટ કે જ્યાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા જાય છે. આ બંને સ્થળે જતા લોકો ને રોડ હોવા છતાં એક કિલોમીટરની પ્રદક્ષિણા કરવી પડે છે કારણ માત્ર એક જ છે. રસ્તા પર નું પાણી.



શાહરુખનો અમેરિકામાં અકસ્માત! લોહીલુહાણ હાલતમાં લઈ જવાયો હોસ્પિટલ, હવે કેવી છે હાલત?


તમને જાણીને નવાઇ લાગશે કે વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું એક ટિપ્પુ પડ્યું નથી. છતાં આહિના કેટલાક રોડ એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે. ભાયલી ડી માર્ટ પાસેનો રોડ બંને સાઈડથી બંધ હાલતમાં છે. કારણે કે અહી ઘુંટણ સમા પાણી ભરાયેલા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહી જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે. પાલિકામાં જાણ કરો તો સ્થાનિક કોર્પોરેટર થકી રજૂઆત કરવાનું કહેવામા આવે છે. નવાઇની વાત તો એ છે કે અમે ચૂંટણી પછી કોર્પોરેટર કે ધારાસભ્યને વિસ્તારમાં ક્યારેય જોયા સુદ્ધાં નથી, તો એમને હવે શોધવા ક્યાં એ મોટો પ્રશ્ન છે.



'ધરતી પરના સ્વર્ગ' જેવા આ સુંદર યુરોપીયન દેશમાં સેટ થવું છે? ફટાફટ કરો આ એક કામ 


તો સાથે જ ભાયલીથી પાદરા તરફ જતો મુખ્ય માર્ગ પણ છેલ્લા ચાર વર્ષથી સમારકામ ઝંખી રહ્યો છે. અહી તો એટલી ખરાબ સ્થિતિ છે કે લોકોએ એક તરફના માર્ગનો ઉપયોગ જ બંધ કરી દીધો છે. રોંગ સાઇડ અવરજવર કરતા લોકોને ભારેભરખમ ડમ્પરો નો ડર સતાવી રહ્યો છે. રસ્તા પર એ હદે ખાડા છે કે ગણવા બેસીએ તો આંગડી ના વેઢા ઘસાઈ જાય.


શું તમારી હથેળીમાં છે અર્ધ ચંદ્ર? પાર્ટનર માટે ખૂબ જ લકી હોય છે આ લોકો


સ્થાનિક લોકો અહી પણ એ જ રાગ આલાપી રહ્યા છે કે ધારાસભ્ય ગામની ભાગોળે આવે છે ને ડોકિયું કરીને નીકળી જાય છે. કોર્પોરેટરને અજવાળામાં ગામમાં આવવાનો ડર લાગે છે એટલે એ ઘુવડની જેમ રાત્રે જ દેખાય છે. અનેક રજૂઆત છતાં કોઈ સંભાળવા તૈયાર નથી, જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોનો રોષ જોતા એક વાત તો ચોક્કસ છે કે આવનારી ચૂંટણીમાં રસ્તા પરના આ જ ખાડા નેતાઓને જીતના પહાડના બદલે હારના કૂવામાં ધકેલી દેશે.


આસારામની પત્ની અને પુત્રીની મુશ્કેલીઓ વધી, ગુજરાત હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય