'ધરતી પરના સ્વર્ગ' જેવા આ સુંદર યુરોપીયન દેશમાં સેટ થવું છે? ફટાફટ કરો આ એક કામ 

આ દેશ દુનિયાના એવા અત્યંત ખુબસુરત દેશોમાંથી એક છે જે પોતાના  કુદરતી સૌંદર્યથી પર્યટકોને પોતાના તરફ આકર્ષે છે. પહાડોથી ઘેરાયેલો આ દેશ યુરોપના સૌથી સુંદર અને શાનદાર દેશોમાંથી એક છે. આ દેશ બોલીવુડની ફિલ્મોમાં તો તમે ઘણીવાર જોયો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે તે રહેવા,  ભણવા અને ફરવા માટે પણ એટલો જ જબરદસ્ત છે. 

'ધરતી પરના સ્વર્ગ' જેવા આ સુંદર યુરોપીયન દેશમાં સેટ થવું છે? ફટાફટ કરો આ એક કામ 

સ્વિટ્ઝરલેન્ડ દુનિયાના એવા અત્યંત ખુબસુરત દેશોમાંથી એક છે જે પોતાના  કુદરતી સૌંદર્યથી પર્યટકોને પોતાના તરફ આકર્ષે છે. પહાડોથી ઘેરાયેલો આ દેશ યુરોપના સૌથી સુંદર અને શાનદાર દેશોમાંથી એક છે. સ્વિટ્ઝરલેન્ડ ઘૂમવા માટે દુનિયાભરથી લોકો આવે છે. જો તમે પણ ધરતી પરના આ સ્વર્ગને જોવા માંગતા હોવ તો એકવાર જરૂર તમારે સ્વિટ્ઝરલેન્ડની મુલાકાત લેવી જોઈએ. એટલું જ નહીં તમે ત્યાં સેટલ થવાનું પણ વિચારી શકો છો. આ દેશ બોલીવુડની ફિલ્મોમાં તો તમે ઘણીવાર જોયો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે તે રહેવા,  ભણવા અને ફરવા માટે પણ એટલો જ જબરદસ્ત છે. 

સ્વિટ્ઝરલેન્ડના ફરવા લાયક સ્થળો
જ્યુરિખ સ્વિટ્ઝરલેન્ડના જાણીતા સ્થળોમાં સામલ છે. જે ખુબ જ આકર્ષક અને સુંદર છે. આ શહેર ઈન્ટરનેશનલ બેંકિંગ અને નાણા વિભાગ માટે જાણીતું છે. તે સ્વિટ્ઝરલેન્ડનું સૌથી મોટું શહેર પણ છે. જિનેવા પણ શાંત શહેર તરીકે ગણાય છે. જો તમને ચોકલેટ અને ઘડિયાળોનો બહુ શોખ હોય તો આ શહેરના મોલ અને શોપની મુલાકાત જરૂર લેજો. અહીં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય પણ છે. આ ઉપરાંત જિનેવામાં જિનેવા લેક, ઓપેરા હાઉસ અને અન્ય સ્થળો પણ છે. 

No description available.

સ્વિટ્ઝરલેન્ડનું અન્ય સ્થળ છે લ્યુસર્ન જ્યાં દેશની ચોથી સૌથી મોટી ઝીલ પણ છે. આ શહેર નાનું છે પરંતુ આમ છતાં સુંદરતામાં માત આપે છે. બેસલમાં અનેક મ્યુઝિયમ અને પ્રાચીન દુકાનો છે. આ ઉપરાંત લુસાનો શહેર પણ દ્રાક્ષના બગીચા માટે પ્રખ્યાત છે. સ્પોર્ટ્સ માટે પણ પ્રખ્યાત છે. ધ રાઈન ફોલ્સ સ્વિટ્ઝરલેન્ડની ખુબ જ આકર્ષક અને સુંદર જગ્યા છે. બરફના પહાડો અને વોટરફોલનો નજારો જોવા માટે બેસ્ટ જગ્યા છે. ટુરિસ્ટ અહીં રાઈન નદીમાં બોટિંગ પણ માણી શકે છે. આ ઉપરાંત ઓબરહોફેન કેસલ પણ રોમેન્ટિક પ્લેસ છે. આ શાનદાર મહેલ થૂન ઝીલ કિનારે છે. ઐતિહાસિક જગ્યા પણ છે. 

No description available.

આ રીતે કાયમી વસવાટનું પણ વિચારી શકો
સ્વિટ્ઝરલેન્ડ જેવા સુંદર દેશમાં ફરવાની સાથે સાથે ભણવા અને વસવાની પણ સુંદર વ્યવસ્થા છે. લાખો લોકો વિદેશમાં નોકરી અને વસવાટ કરવા માંગતા હોય છે. સ્વિટ્ઝરલેન્ડમાં તમે તમારી આ ઈચ્છા પૂરી કરી શકો છો. આ માટે એક વિકલ્પ છે. 

No description available.

આ રહ્યો વિકલ્પ
વિદેશમાં વસવાટ કરવા માટે ઈન્ટર્નશીપ એ સારો વિકલ્પ છે. ઈન્ટર્નશીપ માટે અરજી કરીને તમે તમારું આ સપનું સ્વિટ્ઝરલેન્ડમાં પણ પૂરું કરી શકો છો. અહીં વિદ્યાર્થીઓ માટે આ વિકલ્પ ઉપલબ્ધ છે. 

No description available.

કોણ કરી શકે અરજી
સ્વિટ્ઝરલેન્ડમાં ઈન્ટર્નશીપ ઉપલબ્ધ છે અને તે વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ છે. સ્વિટ્ઝરલેન્ડમાં ઈન્ટર્નશીપ અને અન્ય નોકરીઓમાં ખાલી જગ્યાઓ માટે માહિતી મેળવી શકો છો. યુનિવર્સિટીઓ તથા એજન્સીઓનો સંપર્ક કરીને સ્વિસ ઈન્ટર્નશીપ અંગે માહિતી મેળવી શકો છો. અહીં તમને જણાવી દઈએ કે સ્વિસ ઈન્ટર્નશીપ સમય દરમિયાન જે સ્ટાઈપેન્ડ મળે તે અલગ અલગ પ્રકારના હોય છે. તમે કઈ ઈન્ટર્નશીપ માટે અરજી કરો છો અને કઈ સંસ્થા આ ઈન્ટર્નશીપ માટે ઓફર કરે છે તેના પર તે આધારિત હોય છે. જેમ કે CERM, યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ, જિનિવા સ્વિટઝરલેન્ડમાં 31મી જુલાઈ સુધીમાં ઈન્ટર્નશીપ માટે અરજી કરી શકાય છે.  અહીં એ પણ જાણવું જરૂરી છે કે સામાન્ય રીતે ભારત બહાર વિદેશ જવા માટે IELTS સારા બેન્ડ સાથે પાસ કરવી જરૂરી છે. પરંતુ જો તમે સ્વિસ ઈન્ટર્નશીપ માટે અરજી કરો તો તે માટે IELTS પાસ કરવી જરૂરી નથી. 

No description available.

હવે રહ્યો સવાલ નોકરીનો તો તમને એ પણ થાય કે ઈન્ટર્નશીપ પછી નોકરી મળે કે નહીં? તો તમને જણાવીએ કે 3થી 6 મહિનાની ઈન્ટર્નશીપ વખતે તમારું પરફોર્મન્સ ધ્યાનમાં લેવાય અને પછી કંપની તમને તમારા પરફોર્મન્સને આધારિત ઓફર લેટર પણ આપી શકે છે. દરેક સંસ્થા દ્વારા ટ્રાવેલ અલાઉન્સ અપાતું હોતું નથી પરંતુ કેટલીક એવી સંસ્થાઓ છે જે વિદ્યાર્થીઓને વન વે અથવા તો રાઉન્ડ ટ્રીપ માટે ખર્ચો આપતી હોય છે. ઈન્ટર્નશીપ અંગેની માહિતી તમે ઈન્ટર્નશાળા જેવા પ્લેટફોર્મ પરથી મેળવી શકો છો. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news