અમદાવાદ :  શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સમી સાંજે જ વૃદ્ધ દંપત્તીની હત્યાનો મામલો વધારેને વધારે ગુંચવાતો જાય છે. પોલીસને પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું લાગી રહ્યું હતું. જો કે હવે તપાસના અંતે ઘરમાંથી ઘરેણા અને રોકડ મળી આવતા પોલીસ પણ અસમંજસમાં પડી છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસદોડતી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની પારસમણી સોસાયટીમાં મકાન નંબર 11 માં રહેતા દયાનંદ શાનભાગ અને વિજયાલક્ષ્મી શાનભાગ નામના વૃદ્ધ દંપત્તીની ગઇકાલે રાત્રે હત્યા થઇ જતા ચકચાર મચી હતી. જો કે હવે આ હત્યા પાછળ કોઇ પ્રોફેશનલ મર્ડરર અથવા તો જાણભેદું હોય તેવું પોલીસ માની રહી છે. અત્રે નોંધનીય છે કે, સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય તેવી શક્યતાને કારણે સીસીટીવી પણ નહોતા. જેથી આ હત્યા પોલીસ માટે પડકાર સાબિત થઇ શકે છે. 


પોલીસના અનુસાર હત્યારાઓએ ફૂડ ડિલિવરી બોય બનીને રેકી કરી હોવાની શક્યતાને નકારી શકાય નહી. પોલીસને વૃદ્ધાના ઘરમાંથી 15 હજાર રોકડા અને વૃદ્ધાના શરીર પરથી ઘરેણા મળ્યા છે. હત્યાની સાંજે પહેલા ઘરમાં કોણ આવ્યું હતું. અને પૌત્રી ક્યાં ગઇ હતી વગેરે એંગલ  પર તપાસ આદરી છે. જો કે હવે ક્રાઇમબ્રાંચ પણ સ્થાનિક પોલીસની મદદ કરી રહી છે. સાંજે 6 વાગ્યાની આસપાસ દંપત્તીની પૌત્રી રિતુ દિવાળી ખરીદી કરવા ગઇ હતી. તે જ સમયે લૂંટારાઓ ત્રાટક્યા હતા. જો કે સૌથી મોટો સવાલ છે કે, હત્યારાઓને દંતત્તી એકલું જ ઘરે છે તેવી માહિતી ક્યાંથી મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube