• મંગળવારે ઘોઘાથી હજીરા રોપેક્સ સર્વિસ ઘોઘા ખાતે અટવાઈ હતી.

  • પાવર કટ અને ટેક્નિકલ ક્ષતિના કારણે રોપેક્ષનો દરવાજો ખૂલ્યો જ ન હતો.

  • હવે 2 કે 3 દિવસ બાદ ફેરી શરૂ થાય તેવી સંભાવના છે, અને બુકિંગ કરાવનાર પેસેન્જર્સને આ વિશે જાણ કરાઈ


નવનીત દલવાડી/ભાવનગર :તાજેતરમાં મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનો શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરીને ગુજરાતીઓને દિવાળીની ભેટ આપી હતી. ઉદઘાટન બાદ તરત જ ઘોઘા હજીરા રોપેક્ષ (ghogha hazira ro pax ferry) સેવા કાર્યરત થઈ ગઈ હતી. પરંતુ આ ફેરી સર્વિસને ઘોઘા દહેજ ફેરી સર્વિસની જેમ ગ્રહણ લાગ્યું છે. ઉદઘાટનના બીજા જ દિવસે ફેરી સર્વિસ ટેકનિકલ ખામીને કારણે અટવાઈ છે. જેને કારણે બે દિવસ માટે આ ફેરી સર્વિસને બંધ કરી દેવાઈ છે. જેથી અનેક મુસાફરો અટવાયા છે, જેઓએ 15 દિવસનું બુકિંગ કરી દીધુ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદઘાટનના આગામી દિવસે ટ્રાયલમાં જ અટવાઈ હતી
રવિવારે પીએમ મોદીના હસ્તે ફેરી સર્વિસનું લોકાર્પણ કરાયું હતું. જેના આગામી દિવસે શનિવારે ફેરી સર્વિસની ટેસ્ટ ટ્રાયલ કરવામાં આવી હતી. પરંતુ ટેસ્ટ ટ્રાયલમાં જ શિપ મધદરિયે અટવાઈ હતી. ટ્રાયલમાં હજીરાથી ઘોઘા આવવા રવાના કરાઈ હતી, ત્યારે શિપ બંધ થઈ હતી. તેથી તેને ફરીથી હજીરા લવાઈ હતી. જેના બાદ રવિવારે સીધેસીધુ લોકાર્પણ કરી દેવાયું હતું. 


આ પણ વાંચો : પેટાચૂંટણીની પરીક્ષામાં પાટીલ પાસ, હાર્દિક ફેલ 


મંગળવારે ફરી અટવાઈ શિપ 
મંગળવારે ઘોઘાથી હજીરા રોપેક્સ સર્વિસ ઘોઘા ખાતે અટવાઈ હતી. પાવર કટ અને ટેક્નિકલ ક્ષતિના કારણે રોપેક્ષનો દરવાજો ખૂલ્યો જ ન હતો. જેથી ફેરી તેનો સમય ચૂકી ગઈ હતી. વારંવાર સર્જાતી સમસ્યાઓના કારણે મુસાફરો પરેશાન થયા હતા. જેના બાદ પ્રોબ્લમ સોલ્વ ન થતા મંગળવારે ટ્રિપ રદ કરાઈ હતી. ફેરીમાં બેસાડાયેલા પેસેન્જર્સને જહાજમાંથી બહાર લવાયા હતા. તમામને રિફંડ આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ એ પણ જાહેરાત કરાઈ કે, હવે ટેક્નિકલ ફોલ્ટ નિવારણ બાદ જ ફેરી સર્વિસ શરૂ થઈ શકે છે. આમ, હવે 2 કે 3 દિવસ બાદ ફેરી શરૂ થાય તેવી સંભાવના છે, અને બુકિંગ કરાવનાર પેસેન્જર્સને આ વિશે જાણ કરાઈ હતી. 


કાતિલ ઠંડી માટે તૈયાર રહે ગુજરાતીઓ, હવે દિવસે પણ ઠંડી લાગવાની શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, અગાઉ શરૂ કરેલી દહેજથી ઘોઘાની ફેરી સર્વિસ પણ હાલ બંધ હાલતમાં છે. જોકે, એ ફેરી સર્વિસની સમસ્યા કુદરતી છે. દરિયાઈ વહેણની સમસ્યા અને ડ્રેઝીંગની પ્રોસેસને કારણે આ સર્વિસ બંધ કરાઈ છે. જે જલ્દી જ ચાલુ કરાશે તેવી પીએમ મોદીએ ખાતરી આપી છે. તેઓએ કહ્યું કે, દહેજ ઘોઘા સર્વિસમાં આડે આવતી સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે તે પહેલા જ ટેકનિકલ પ્રોબ્લમને કારણે દહેજ ઘોઘા રોપેક્સ ફેરી અટવાઈ પડી છે. 


નવા અંદાજમાં આવી રહી છે લોકોની ચહીતી ‘ભાભીજી’