જયેન્દ્ર ભોઇ/ઘોઘંબા: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયો હતો. અને કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયેલ છે. અને એ વાતને આજે 2 મહિના થઇ ગયા. પરંતુ જયેશના ગરીબ માબાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સગડ નથી મળ્યા અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરપુરા ગામ નો જયેશ પરમાર જે ભીમસિંહ પરમાર અને સુખીબેનનો ત્રીજા નંબરનો પુત્ર છે અપરણિત એવા જયેશ સૌ પ્રથમ ગામ નજીકની કંપનીમાં કામ કરી પેટિયું રડતો હતો. પરંતુ જયેશના મનમાં દેશની સેવા કરવાની ખેવના હતી. જેથી તેના માબાપને તે સતત કહેતો હતો કે, મારે આર્મીમાં જવાનું છે. અને વર્ષ 2017માં આણંદ ખાતે યોજાયેલ આર્મીની ભરતીમાં જયેશ ગયો અને તમામ કસોટીઓ પાર કરીને સિલેક્ટ પણ થઇ ગયો હતો. ત્યારબાદ પુના અને બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પુરી કરીને પંજાબના અમૃતસર ખાતે 116 એન્જીનીયરીંગ રેજિમેન્ટમાં સિપાહી તરીકે પોસ્ટિંગ મળ્યું હતું.


પોસ્ટિંગ બાદ ગત 16 જૂન 2019ના રોજ અમૃતસરથી પોતાની ફરજ પરથી કોઈને પણ જાણ કર્યા વગર જયેશ પરમાર ક્યાંક ગુમ થઈ ગયો. જવાન જયેશ ક્યાં ગયો એની કોઈને કઈ ખબર નથી. આ બાબતની અમૃતસર રેજિમેન્ટ માંથી જયેશ પરમારના કોઈ ઉચ્ચ અધિકારીએ શેરપુરા ફોન દ્વારા પરિવારને જાણ કરી કે આપનો પુત્ર જયેશ અમૃતસરથી કોઈ ને કઈ પણ કહ્યા વગર નીકળી ગયો છે. તો શેરપુરા પહોંચ્યો કે નહીં પરંતુ પોતાનો પુત્ર ઘેરના પહોંચ્યો હોઈ પરિવારજનો ને ધ્રાસકો પડ્યો અને જયેશ પરમાર ક્યાં ગયો હશે અને કેમ હજુ સુધી ઘેર આવ્યો નહીં હોયની ચિંતા સતાવવા લાગી છે.


સુરત: કાપડ બજારમાં છેતરપિંડી કરતા બોગસ વેપારીઓનો ત્રાસ, કડક કાર્યવાહીની માગ


સમગ્ર મામલે જયેશની કેટલાક દિવસ રાહ જોયા બાદ પણ ઘેરના આવતા પરિવારને ખુબજ ચિંતા થવા લાગી અને ક્યાં રજુઆત કરવી એની સૂઝના પડતા તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરી પણ સ્થાનિક પોલીસના લોકોએ જયેશના પરિવાર જનોને પંજાબ જઈને ફરિયાદ કરવા જણાવ્યું અને પરિવાર જનોએ પંજાબ વાત કરી તો ત્યાંથી સ્થાનિક પોલીસને જયેશના ગુમ થયાની ફરિયાદ કરવા જણાવ્યું આમ ગરીબ એવા જયેશના પરિવારને રખડવાનો વારો આવ્યો છે. હવે ક્યાં અને કોને પૂછે કે, તેઓનો દીકરો ક્યાં ગયો અને કોણ તેઓના દીકરાને શોધી આપશે.


પસ્તી,વાંસ અને લાકડાથી બનાવેલી નૃત્ય કરતી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા


જયેશ જ્યારથી અમૃતસર છોડી નીકળ્યો ત્યારથી તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે. જેથી જયેશ પરમારના પરિવારજનો ખબુજ ચિંતામાં છે ઉપરથી તંત્રના કોઈ અધિકારી જયેશને શોધવામાં મદદના કરતા હવે પરિવાર જનો માથે હાથ દઈ બેઠા છે. દેશ દાઝ સાથે આર્મીમાં ભરતી થયેલ જયેશ પરમાર આટલા બધા દિવસથી ક્યાંક ગુમ થયેલ છે. તોએ ક્યાં છે કેમ ગુમ થયો છે અને હાલ શું સ્થિતિમાં હશે તે કોઈની પાસે જવાબ નથી અને તેથી જ પોતાના જવાન દીકરાના ગુમના સમાચારથી માતાપિતાની આંખના આંસુ પણ સુકાઈ ગયા છે.


જુઓ LIVE TV :