Gandhinagar News : ગુજરાતમાં એકમાત્ર એક એવી જગ્યા છે જ્યાં શરતો સાથે દારૂ પીવાની ખુલ્લી છૂટ છે. ગયા વર્ષે ગુજરાત સરકારે દેશની પ્રથમ સ્માર્ટ સિટી 'ગિફ્ટ સિટી'માં દારૂ પીવાની મંજૂરી આપી હતી. દારૂબંધીમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ચર્ચામાં આવી હતી. ત્યારે ગિફ્ટ સિટીની લીકર પોલિસીને નહિવત પ્રતિસાદ મળ્યો છે. ગિફ્ટ સિટી માટે બનાવાયેલી લિકર પોલિસી નિષ્ફળ નીવડી છે. ગિફ્ટ સિટીમાં બેસીને દારૂ પીવામાં કોઈ રસ નથી તેવુ આંકડા સાબિત કરે છે. અહીં લિકર માટે માત્ર છુટછાટ આપ્યા બાદ માત્ર 550 અરજીઓ જ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે બિઝનેસના વ્યાપ માટે કેટલાક નિયમોમાં બાંધછોડ કરવાની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષના અંતમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી દીધી હતી. આ પછી, ગિફ્ટ સિટી વિશ્વભરમાં ચર્ચામાં આવી. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. ત્યારે સરકારે દલીલ કરી હતી કે વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે. આ પછી સરકારે ગિફ્ટ સિટી દારૂ પીરસવાના લાયસન્સ અપાયા હતા. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં બહાર આવ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ પીવામાં આવ્યો છે?


કોને મળી દારૂની પરમિટ 
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટીમાં છેલ્લા ચાર મહિનામાં એટલે કે 1 માર્ચથી 25 જૂન સુધીમાં કુલ 650 લિટર દારૂનું વેચાણ થયું હતું. જેમાં કુલ 450 લીટર બિયરનું વેચાણ થયું છે. 1 માર્ચથી માત્ર 550 કર્મચારીઓએ જ દારૂ પીવાની પરમિટ માટે અરજી કરી છે. આ લાઇસન્સ તેમને આપવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં 24,000થી વધુ લોકો કામ કરે છે. 1 માર્ચથી માત્ર 250 મુલાકાતીઓ પરમિટ આપવામાં આવી છે. સરકારના નશાબંધી વિભાગે 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આમ દારૂ પીવાની ખુલ્લેઆમ છૂટછાટ છતાં અહીં દારૂ પીવાયો કે વેચાયો નથી. 


ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે! અથાણાંમાંથી ગરોળી નીકળી, પરિવાર ઝાડા-ઉલટીનો શિકાર


અત્યાર સુધી ગિફ્ટ સિટીમાં કામ કરતા 550 કર્મચારીઓએ જ લિકર પરમિશન મેળવી છે. ગિફ્ટ સિટી માં આંતરરાષ્ટ્રીય રોકાણ અને મહેમાનો માટે લીકર પોલિસી બનાવાઈ હતી. વાઈન એન્ડ ડાઉન પોલિસીમાં માત્ર બે જ હોટેલને લાઈસન્સ અપાયા છે. હજારો કર્મચારીની સામે ગિફ્ટ સિટીમાં લીકર પરમીટ મેળવનારની સંખ્યા ઓછી છે. જે બતાવે છે કે અહી દારૂ પીવામાં કોઈને રસ નથી. 


દારૂ કેમ ઓછો વેચાયો
ગિફ્ટ સિટીના લાયસન્સ સાથે દારૂ પીવાની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. દારૂના ઓછા વેચાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગિફ્ટ સિટીની અંદર વેચાતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનો કરતા ત્રણ ગણી વધારે છે. બીજું મોટું કારણ એ છે કે હોસ્ટનું દરેક સમયે વિઝિટરની સાથે હોવું જરૂરી છે. અહીં હોસ્ટ એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી. તેથી વિઝિટરે પણ દારૂ પીવામાં રસ દાખવ્યો નથી. જેના કારણે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આ આંકડાઓ સાબિત કરી રહ્યાં છે. સરકારે છૂટછાટ તો આપી દીધી છે પણ વેચાણમાં કે પીવામાં ગુજરાતીઓએ રસ દાખવ્યો નથી.


ભાજપની કારોબારીમાં નવાજૂનીના એંધાણ, ગાંધીનગર બહાર બેઠક બોલાવવાનું શું કારણ હોઈ શકે!