ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે ખાઈ રહી છે! ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણાંમાંથી ગરોળી નીકળી, પરિવાર ઝાડા-ઉલટીનો શિકાર

Lizard In Pickle : ખાણીપીણીની વસ્તુઓ માથી જીવ જંતુઓનીકળવાનો સિલસિલો યથાવત, હવે અથાણાં માથી મરેલી ગરોળી નીકળી, સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણાંમાથી નીકળી ગરોળી

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે ખાઈ રહી છે! ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણાંમાંથી ગરોળી નીકળી, પરિવાર ઝાડા-ઉલટીનો શિકાર

Ahmedabad News : ખાણી પીણીની વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નિકળવાનો સિલસિલો યથાવત છે. હવે અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નિકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને આ કડવો અનુભવ થયો છે. જે અથાણામાંથી મૃત ગરોળી નિકળી તે સાણંદના શુભ અથાણા ભંડારમાં બન્યું હતું અને એક મહિના પહેલા 28મે ના દિવસે પરિવારે વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. રોજ રાવલ પરિવાર થોડા થોડા અથાણાનો ઉપયોગ કરતો હતો. પરંતુ ગઈકાલે અથાણાની બરણીમાંથી ગરોળી નિકળતા પરિવાર ચોંક્યો. દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે. જો કે, પરિવારે એવું તો નહીં જ ધાર્યું હોય તે તેઓ જે અથાણાનો ઉપયોગ કરી રહ્યા છે તેને બનાવતા સમયે જરા પણ ધ્યાન નથી રાખવામાં આવ્યું. અને તે બરણીમાં મૃત ગરોળી છે.

બહાર વેચાતા ફૂડનો હવે કોઈ ભરોસો કરવા જેવો નથી. હવે એવુ થઈ ગયુ છે કે શુદ્ધ ખોરાકની ગેરેન્ટી કોણ આપશે. ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે ખાઈ રહી છે. અમદાવાદમા અરેરાટી થઈ જાય તેવો કિસ્સો બન્યો છે. હવે અથાણાંમાથી મરેલી ગરોળી નીકળી છે. સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણાંમાંથી ગરોળી નીકળી હતી. આ ઘટનાની તપાસ કરવા AMC હેલ્થ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી. આ સાથે જૈન ગૃહ ઉદ્યોગના સંચાલકને આખી ઘટના અંગે કોઈ માહિતી ન હોવાનો તેમણે દાવો કર્યો. તેમણે કહ્યું કે, અમે પાંચ વર્ષથી સાણંદના યુનિટથી માલ ખરીદીએ છે. રાહુલ દેવાની કરીને વ્યક્તિ માલ આપવા આવે છે તેવી વાત કરવામાં આવી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 28, 2024

 

તમે ખાવા-પીવાના શોખીન હશો, બહારથી મંગાવી અનેક વસ્તુ ખાતા હશો. ફુડ પેકેટ કે પછી બહારનો નાસ્તો કરતા જ હશો...પરંતુ હવે બહારનું ખાતા પહેલા સો વખત વિચાર કરજો. કારણ કે ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નામનો જ છે. જે ISI માર્કો લખેલો હોય છે તે માત્ર લખવા ખાતર જ લખેલો હોય છે. બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી. ગુજરાત હોય કે ભારત સરકાર...સરકારમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે...કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે, જ્યારે ગુજરાતમાં કુંવરજી બાવળિયા પાસે આ મંત્રાલય છે...ખબર નહીં સરકારનો આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ વિભાગ છે?...દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની હોય છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી કરતાં નથી તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. સરકારે હવે કંઈ કરવું જ પડશે નહીં તો દેશવાસીઓ ક્યારેય માફ નહીં કરે.

ફૂડ વિભાગનો નવો ફતવો 
ફૂડ સેફ્ટી વિભાગે ફતવો જારી કરીને કહ્યું છે કે તમે હોટેલ, રેસ્ટોરેન્ટ અને ધાબાનાં રસોડાં ચકાસીને જમવાનો આગ્રહ રાખો. કમિશનર ઑફ ફૂડ સેફ્ટી વિભાગે જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવવમાં આવ્યું છે કે ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ સિવાય નિયમો અને દંડની દુહાઈ તો આપવામાં આવી છે. પરંતુ ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જનતાને શુધ્ધ ખાવાનું મળે તે માટે શું કામગીરી કરી રહ્યો છે તેની કોઈ જ માહિતી આપવામાં નથી આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news