Gir Forest Lion Vacation : ગીરના જંગલમાં સિંહદર્શન માટે જવા ઈચ્છતા લોકો માટે ખરાબ સમાચાર છે. હવે જલ્દી જ સિંહોનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. હવે ચાર મહિના સુધી પ્રવાસીઓ ગીરના સિંહના દર્શન નહિ કરી શકે. કારણ કે, દર વર્ષે ચાર મહિના ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. આ વર્ષે 15 જુનથી સિંહોનુ વેકેશન શરૂ થશે. હવે માત્ર 6 દિવસ બાકી રહ્યાં છે, તેના બાદ સિંહ દર્શન નહિ કરી શકાય. સિંહોના મેટીંગ પિરીયડને લઇને વેકેશન પડાય છે, હવે 16 ઓકટોબરથી ફરી સિંહ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં 15 જૂનથી સિંહોનું વેકેશન પડશે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થતું હોય હવે 16 ઓકટોબરથી ફરીથી સિંહ દર્શન થઇ શકશે. આ અંગે જૂનાગઢ વન વિભાગના ડીસીએફ અક્ષય જોષીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્કને 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે. 


મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રી


કેમ બંધ હોય છે ચાર મહિના ગીર
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે.તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે. ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય.


ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી