મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રી
Narendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
Trending Photos
Modi Cabinet Minister list : પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે, આજે સાંજે સવા સાત વાગ્યે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં શપથવિધિ યોજાવાની છે, ત્યારે PM પદના શપથ પહેલા નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશની વિરલ વિભૂતીઓને વંદન કર્યા હતા. સૌથી પહેલા નરેન્દ્ર મોદી રાજઘાટ પર પહોંચ્યા હતા જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ સદૈવ અટલ પર પહોંચી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને નમન કર્યા હતા. રાજઘાટ અને સદૈવ અટલ સમાધી સ્થળ બાદ નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશના શહીદવીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમર જવાન જ્યોત પર દેશ માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા વીરોને વંદન કર્યા હતા. વોર મેમોરિયલની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ સાથે રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, ભારતની લોકશાહીના ઈતિહાસમાં પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી જ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. ત્યારે નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ. ત્યારે સૌની નજર ગુજરાતના કયા નેતાઓને મંત્રીપદ મળશે તેના પર છે.
નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ
આજે નવી મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. ત્યારે મોદી કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીએ સંભવિત મંત્રીઓને ચા પીવા બોલાવ્યા છે. થોડીવારમાં પીએમ આવાસ પહોંચી શકે છે. આ તમામ મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે આજે સાંજે શપથ લેશે. મોદી સરકારની ગત ટર્મમા ગુજરાતના અનેક નેતાઓને મંત્રીપદ મળ્યુ હતું. પરંતુ આ વખતે એનડીએની સરકારમાં ગુજરાતના નેતાઓના પત્તા કટ થઈ શકે છે. ત્યારે હાલ ગુજરાતના જે નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાઁ છે તેમના પર એક નજર કરીએ.
ગુજરાતમાંથી કોણ બની શકે છે મંત્રી?
અમિત શાહ, સી.આર.પાટીલ, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા
2014માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?
અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી, મનસુખ વસાવા
2019માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?
એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા
ગુજરાતમાંથી કોણ દિલ્હી ગયું
શપથગ્રહણના સાક્ષી બનવા ગુજરાતના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના સાંસદો, MLA સહિત જીતુ વાઘાણી દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દિલ્હી પહોંચ્યા છે. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દિલ્હી છે. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીમાં છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા પણ દિલ્લી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.
કોણ કોણ શપથ લઈ શકે તેવી વાત કરીએ તો
અમિત શાહ, રાજનાથસિંહ, નિતિન ગડકરી, પ્રહલાદ જોશી, જીતનરામ માંઝી, અર્જૂનરામ મેઘવાલ, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી, એચ.ડી. કુમારસ્વામી, ચિરાગ પાસવાન, રામનાથ ઠાકુર, રામમોહન નાયડુ, બસવરાજ બોમ્મઈ, લલનસિંહ, પેમ્માસાની ચંદ્રશેખર
નવી મોદી કેબિનેટ પર સૌની નજર છે ત્યારે મોદી સરકારમાં કોને મંત્રી પદ મળી શકે તેની શક્યતાઓ પર નજર કરીએ તો..
- નાગપુરથી સાંસદ નીતિન ગડકરી
- મુંબઈ નોર્થથી સાંસદ પીયૂષ ગોયલ
- સતારાથી સાંસદ ઉદયરાજ ભોંસલે
- રાવેરથી સાંસદ રક્ષા ખડસે
- પાલઘરથી હેમંત સાવરા
- ત્રિશૂરથી સાંસદ સુરેશ ગોપી
- સારણથી સાંસદ રાજીવ પ્રતાપ રૂડી
- દરભંગાથી સાંસદ ગોપાલજી ઠાકુર
- ઉજિયારપુરથી સાંસદ નિત્યાનંદ રાય
- મહારાજગંજથી સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ
- બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહ
- બેતિયાથી સાંસદ સંજય જયસ્વાલ
શિંદે જૂથમાંથી વાત કરીએ તો, સૌથી વરિષ્ઠ સાંસદ પ્રતાપરાવ જાધવ, માલવથી સાંસદ શ્રીરંગ બારણે, કલ્યાણથી સાંસદ શ્રીકાંત શિંદે
NCPમાંથી પ્રફૂલ પટેલનું નામ રેસમાં સૌથી આગળ છે. RLDમાંથી જયંત ચૌધરીનું મંત્રી બનવું લગભગ નક્કી છે. તો ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝીનું મંત્રી બનવું પણ નક્કી છે. બિહારમાં બીજેપી-જેડીયુમાંથી 3-3 મંત્રીઓ પર સહમતિ બની છે. જેડીયુમાંથી લલન સિંહ, સુનિલ કુમાર, રામનાથ ઠાકુર અને દિલેશ્વર કામત પણ મંત્રીપદની રેસમાં છે. આ સાથે એસ જયશંકર, નિર્મલા સીતારમન અને ભૂપેન્દ્ર યાદવને મોદી કેબિનેટમાં મહત્વનું સ્થાન મળી શકે છે.
PM મોદીના શપથગ્રહણ માટે અભેદ સુરક્ષા ચક્ર ગોઠવાયું છે. NSG અને SPG કમાન્ડોનો ચારેતરફ પહેરો રહેશે. પેરા મિલટ્રી ફોર્સની 15 કંપનીઓ સુરક્ષામાં રહેશે. દિલ્હી પોલીસનો 3 હજારનો સ્ટાફ ખડેપગે રહેશે. ઈન્ટેલિજન્સ વિંગના અધિકારી પણ હાજર રહેશે. દિલ્હી સરહદથી આવતા તમામ રસ્તા પર સુરક્ષા ગોઠવી દેવાઈ છે. 7 દેશના પ્રતિનિધિઓ શપથગ્રહણના સાક્ષી બનશે. અંદાજે 10 હજારથી વધુ લોકો શપથગ્રહણમાં હાજર રહેશે. સાંજે 5 વાગ્યાથી VIP મહેમાનો આવવાની શરૂઆત થશે. સાંજે 7.15 વાગ્યાથી 8 વાગ્યા સુધી શપથ ગ્રહણ સમારોહ ચાલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે