હનીફ ખોખર/જુનાગઢ :શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થયાની સાથે જ ગીરના જંગલમાં વસતા એશિયાઈ સિંહોનું વેકેશન આજથી શરૂ થઈ ગયું છે. જી હાં, ચોમાસાની ઋતુ શરુ થયાની સાથે જ જંગલના રાજા સિંહ અને બીજા અનેક જાનવરો માટે સંવનન કાળ શરૂ થતો હોવાથી વન વિભાગ દ્વારા 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે જંગલ બંધ કરી દેવામાં આવે છે. 


ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાયું છે. એટલે કે આજથી 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાયું છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાયા છે. 



વન વિભાગના સાસણ ગીરના વન અધિકારી રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી તેમજ ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે.



જુનાગઢના મુખ્ય વન સંરકક્ષક ડી.ટી. વસાવડા જણાવે છે કે, એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર એવા આ ગીરના જંગલમાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. જ્યારથી ગુજરાત સરકારે અમિતાભ બચ્ચનની જાહેરાત દ્વારા ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કર્યું છે, ત્યારથી સતત પ્રવાસીઓના સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જે પ્રવાસીઓ ગીરની મુલાકાત કરે છે તે સિંહ, દીપડા, હરણ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જૈવિક વિવિધતાના દર્શન કરે છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે.