close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

ગોંડલના મોવિયા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા.

Updated: Jun 16, 2019, 08:24 AM IST
ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

જયેશ ભોજાણી/ભાવનગર :ગોંડલના મોવિયા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા.

https://lh3.googleusercontent.com/-8PQvBnyeOoQ/XQWu8MvXZFI/AAAAAAAAHWQ/GeXKhnctniogLNewQX60tysYKJ-TkChEACK8BGAs/s0/Accident_bhavnagar.JPG

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલના મોવિયા પાસે ગઈકાલે રાત્રે એક કાર પલ્ટી ગઈ હતી. આ કારમાં 5 યુવકો સવાર હતા. જેમાંથી 2 યુવકોના મોત થયા છે, અને 3 ને ઈજા પહોંચી છે. કાર અકસ્માતનો ભોગ બનેલ તમામ યુવકો ગોંડલના રહીશ હોવાની માહિતી સામે આવી છે. મૃતક અને ઈજાગ્રસ્તોને ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સે પહેલા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.