રાજકોટઃ ગોંડલના(Gondal) દેરડી કુંભાજી ગામે સિંહ(Lion) પરિવારે ધામા નાખ્યો છે. સિંહ પરિવારે(Lion Family) ગત રાત્રે બે ગાયનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. જંગલ ખાતાના અધિકારીઓ અનુસાર અહીં 3-4 સિંહ હોવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક સમયથી સિંહ ગીરનું જંગલ છોડીને આજુબાજુના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચોટીલાના ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ રખડતી 10થી 15 ગાયના ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 


Unjha Lakshachandi Mahayagya: બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ મા ઉમિયાનાં દર્શન કર્યા


સિંહઓએ કપાસના ખેતરમાં ગાયનું મારણ કર્યું હતું અને મોડી રાત્રે ગાયની મિજબાની માણતા ઝડપાઈ ગયા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જે રીતે હુમલો થયો છે તે જોતાં 3થી 4 સિંહ હોવા જોઈએ. ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામાની વાત વાયુવેગે ફેલાઈ જતાં ખેડૂતો, ખેતમજુરો અને માલધારી સહિત ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે. 


આ સમાચાર મળતાં રાજકોટ અને ગોંડલ સહિતના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે, હજુ સુધી સિંહોએ ગામમાં પ્રવેશ કર્યો નથી કે કોઈ માનવી પર હુમલો કર્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....