છેક ચોટીલા સુધી પહોંચી ગયેલા સિંહોની વસ્તી ગણતરી કરાશે, 7 જિલ્લામાં 8000 કેમેરા ગોઠવાશે
આ વર્ષે મે મહિનામાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટીક સિંહો (Asiatic lions) ની ગણતરી હાથ ધરાશે. વન વિભાગ (Forest Deparatment) ના 2 હજાર કર્મચારીઓ સિંહની ગણતરીમાં જોડાશે. ગુજરાતના સિંહ પોતાના સીમાડા સતત વિસ્તારી રહ્યા છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતી ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં જ સિંહની ગણતરી (Lions counting) થતી હતી. હવે સાત જિલ્લામાં સિંહોની ગણતરી હાથ ધરાશે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 25 હજાર સ્ક્વેર કિમીમાં 8 હજારથી વધુ કેમેરાની મદદથી ગણતરી હાથ ધરવામાં આવશે. 2020ની સિંહની ગણતરી દરમિયાન સાવજોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.
અમદાવાદ :આ વર્ષે મે મહિનામાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટીક સિંહો (Asiatic lions) ની ગણતરી હાથ ધરાશે. વન વિભાગ (Forest Deparatment) ના 2 હજાર કર્મચારીઓ સિંહની ગણતરીમાં જોડાશે. ગુજરાતના સિંહ પોતાના સીમાડા સતત વિસ્તારી રહ્યા છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતી ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં જ સિંહની ગણતરી (Lions counting) થતી હતી. હવે સાત જિલ્લામાં સિંહોની ગણતરી હાથ ધરાશે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 25 હજાર સ્ક્વેર કિમીમાં 8 હજારથી વધુ કેમેરાની મદદથી ગણતરી હાથ ધરવામાં આવશે. 2020ની સિંહની ગણતરી દરમિયાન સાવજોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે.
પટાખા ગર્લ નતાશા કોણ છે, જેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યા થયો લટ્ટુ અને કરી....
2015માં 523 સિંહો હતા
હાલ ઉપલબ્ધ આંકડા મુજબ, 1963માં ગુજરાતમાં 250 જેટલા સિંહ હતા. જે ઘટીને 1968માં 177 સિંહ થઈ ગયા હતા. જોકે 2015ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 523 સિંહ નોંધાયા હતા. હવે એક અનુમાન મુજબ 2018માં ગુજરાતના સૌરાષ્ટ્રના જંગલમાં 650 સિંહ ફરી રહ્યા છે.
આખા જાન્યુઆરી મહિનામાં Team Indiaનું શિડ્યુલ છે જબરદસ્ત બિઝી, જોઈ લો કેલેન્ડર
સિંહોની ગણતરી કરવાનું પ્લાનિંગ
- સિંહોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8000થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. આ આંકડો પણ વધી શકે છે.
- સિંહોની ગણતરી આધુનિક ટેકનોલોજીથી સભર હશે.
- ગણતરીમા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ પણ કરાશે
- 1500 થી 2000 જેટલા લોકોને ફિલ્ડ વર્ક સોંપાશે
સાતમા આસમાને પહોંચેલી ડુંગળીનું વાવેતર ગુજરાતમાં વધ્યું, રવિ પાકમાં ડુંગળીની ડિમાન્ડ
ચોટીલા સુધી પહોંચ્યા સિંહો
છેલ્લા કેટલાક વર્ષોથી સિંહોની વસ્તી હરણફાળ રીતે વધી છે. ગુજરાતના સિંહો હવે પોતાની મર્યાદા વટાવીને રહેણાંક વિસ્તારોમાં આવી ચઢ્યા છે. અંતિમ અપડેટ મુજબ, ગીરના સાવજો છેક ચોટીલા સુધી પહોંચી ગયા છે. ગીરથી ચોટીલાનું અંતર 200 કિલોમીટર છે, ત્યારે સિંહો આ અંતરને પણ વટાવી ચૂક્યા છે. જેથી અંદાજ લગાવી શકાય કે સિંહોના વિસ્તારની સાથે તેમની સંખ્યા પણ વધી હશે. ત્યારે ખરો આંકડો તો ગણતરી બાદ જ સામે આવશે. અગાઉ સિંહોની ગણતરી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી હતી. પણ સિંહોનો વિસ્તાર વધઈ જતા હવે આ ગણતરી સાત જિલ્લાઓમાં હાથ ધરાશે. ત્યારે વનવિભાગ દ્વારા હમણાંથી જ ગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....