એશિયાઇ સિંહ

સિંહે પર યોજાયેલા વેબીનારમાં મુખ્ય વન સંરક્ષકનું વાંધાજનક નિવેદન, સરકારે ફટકારી નોટિસ

વિશ્‍વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે, સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા એક વેબીનાર  યોજવામાં આવ્‍યો હતો. આ વેબીનારમાં અગ્ર મુખ્‍ય વન સંરક્ષક (વન્‍યજીવ) અને ચીફ વાઈલ્‍ડ લાઇફ વોર્ડનએ ભાગ લીધેલ અને એશિયાઇ સિંહ સંરક્ષણ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેઓએ કેટલાક વાંધાજનક  અને અનિચ્‍છનીય મંતવ્‍યો રજૂ કરેલ. 
 

Aug 13, 2020, 08:41 PM IST

વિશ્વ સિંહ દિવસઃ ગુજરાતની 'આન બાન અને શાન' છે એશિયાઇ સિંહ

10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે.

Aug 10, 2020, 11:27 AM IST

Video : દીપડાના બચ્ચાંને હેરાન કરતા 4 યુવકોની માહિતી આપનારા માટે વનવિભાગે ઈનામની જાહેરાત કરી

સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સામે આવતા જ વન વિભાગ દોડતું થયું છે. 4 થી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને તેની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ્ત પકડ્યું છે અને તેની સાથે ગમ્મત કરી રહ્યા છે. ત્યારે આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ, ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. 

Oct 14, 2019, 01:27 PM IST

સિંહ બાદ હવે દિપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સામાન્ય રીતે ગીર પંથકમાં સિંહની પજવણીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે હવે  દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે. 
 

Oct 13, 2019, 07:53 PM IST

રાજાએ કર્યું એવું કે 'જુની કહેવત' પડી ખોટી, વીડિયો જોઇ તમે પણ વિચારતા થઇ જશો...

ગીરના સિંહોતો આમ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહ માત્રને માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. સિંહને આમતો જંગલનો રાજા કહેવામાં આવે છે. અને તેની શિકાર કરવાની ટેકનિકના કારણે તેને જંગલના રાજાનું બિરુંદ આપવામાં આવ્યું છે. પણ સિંહ ઘાસ ખાય તેવી વાત આવે ત્યારે નવાઇ લાગે પણ ગીરના તુલસીશ્યામ જંગલમાં ઘાસ ખાતા સિંહનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓ સહિત વન વિભાગ પણ અચરજમાં છે.

Aug 28, 2019, 05:13 PM IST
Video of lion eating grass near Tulsi Shyam PT1M55S

તુલસીશ્યામ નજીક સિંહનો ઘાસ ખાતો વીડિયો વાયરલ

ગીરના સિંહોતો આમ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહ માત્રને માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. સિંહને આમતો જંગલનો રાજા કહેવામાં આવે છે. અને તેની શિકાર કરવાની ટેકનિકના કારણે તેને જંગલના રાજાનું બિરુંદ આપવામાં આવ્યું છે. પણ સિંહ ઘાસ ખાય તેવી વાત આવે ત્યારે નવાઇ લાગે પણ ગીરના તુલસીશ્યામ જંગલમાં ઘાસ ખાતા સિંહનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓ સહિત વન વિભાગ પણ અચરજમાં છે.

Aug 28, 2019, 05:05 PM IST

અમરેલી: રોડ પર પાણી પીવા પહોંચ્યો જંગલનો રાજા સિંહ, VIDEO વાયરલ

રાજ્યમાં સતત સિંહોની અનેક વીડિયો વાયરલ થતા હોય છે. અનેકવાર સિંહોના લટાર મારતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તો ક્યારેક રસ્તા વચ્ચે આરામ ફરમાવતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હવે એવો વીડિયો વાયરલ થયો છે, કે જે જોતાની સાથે જ તમારુ મન ખુશ થઇ જશે. રાજ્યના અમરેલીના જંગલ વિસ્તારમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જંગલનો રાજા સિંહ રોડ પર આવેલા એક ખાડામાંથી પાણી પી રહ્યો છે. 

Aug 13, 2019, 05:56 PM IST

સિંહોના અકાળે મોત મામલે હાઇકોર્ટે કહ્યું, સરકારની કામગીરી હજી પણ બાકી

રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે એમીકસ કયુરી દ્વારા કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દો આવરી લીધા છે. અને વધુમાં રીપોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની હજી કમગીરી બાકી છે. 

Aug 7, 2019, 11:30 PM IST

સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત

રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત  અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે. 
 

Jul 16, 2019, 07:31 PM IST

ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર

ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.

Jun 10, 2019, 07:27 PM IST

ગીર ગઢડા વિસ્તારમાં 5 વર્ષના સિંહનું મોત, વન વિભાગ થયું દોડતુ

જૂનગઢના ગીરગઢડા વિસ્તારમાં વધુ એક સિંહનું મોત થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. પાંચ વર્ષીય સિંહની લાશ મચ્છુન્દ્રી નદીના કાંઠે મળી હતી. સિંહનું શંકાસ્પ્રદ હાલતમાં મોત થતા વનવિભાગના તમામ અધિકારીઓ ઘડના સ્થળે પહોંચ્યા હતા. ગત બે દિવસમાં બે સિંહોનું મોત થતા વનવિભાગમાં હડકંપ મચી ગઇ હતી. 
 

Jun 3, 2019, 11:06 PM IST

ગીરનારના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રમાં જશે, ગુજરાતને મળશે ‘વાઇટ ટાઇગર’

એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અન્વયે ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં પણ બંગાલનો વાઇટ ટાઇગર આવશે. અને ગુજરાતના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાવામાં આવશે.

May 31, 2019, 11:24 PM IST

ખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં સિંહએ કર્યો ગાયનું મારણ, નિહાળવા જનમેદની ઉમટી

ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

May 20, 2019, 09:10 PM IST

સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક કેમેરામાં કેદ થયો જંગલનો રાજા સિંહ

રાજ્યમાં ગત બે દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અમરેલી પંથકના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દ્વારા દેખાડો દીધો હતો. વરસાદ પડવાને કારણે જંગલોમાં વસવાટ કરી રહેલા જંગલી જીવોને પણ ગરમીથી રાહત મળી હતી. અને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં જંગલનો રાજા પણ વરસાદ બાદ પ્રસરેલી ઠંડકની મઝા માણી હતી. 

May 5, 2019, 10:25 PM IST

અમરેલી: ગરમીથી ત્રાહિમામ થયેલા સિંહોના પાણીના કૃત્રિમ પોઇન્ટ પર ધામા

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી શક્યા છે. અમરેલીના જંગલોમાં વસી રહેલા એશિયાઇ સિંહો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. અને ગરમીથી બચવા માટે સિંહો પણ વનતંત્ર દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ પોઇન્ટ પર સિંહોના ધામા જોવા મળ્યા હતા. 
 

Apr 13, 2019, 05:53 PM IST

સરકારના ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ, આ રહ્યો પુરાવો

સમગ્ર એશિયામાં ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ વસવાટ કરે છે. પરંતુ કેટલીક વાર આ સિંહોમાંથી કેટલાક સિંહો ટ્રેનની અકસ્માતે મોત થાય છે. હાલમાંજ અમરેલી પાસે ટ્રેન નીચે આવી જતા ત્રણ જેટલા સિંહોના મોત થયા હતા.  

Dec 31, 2018, 06:13 PM IST

અમરેલીના દલખાણિયા રેન્જમાં મૃત્યુ પામેલા તમામ સિંહોના મૃતદેહોના કરાયા અગ્નિસંસ્કાર

અમરેલીના દલખાણીયા વિસ્તારમાં મોત થયેલા તમામ સિંહોના પીએમ કર્યા બાદ સિંહોના વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

Oct 7, 2018, 10:48 AM IST

સિંહ પ્રેમમીઓ માટે સારા સમાચાર, 16 ઓક્ટોબરથી ગીરમાં શરૂ થશે સિંહ દર્શન

જૂનાગઢમાં સિંહ દર્શનની શરૂઆત થતા જ લોકો સિંહ દર્શનની સાથે સાથે ગિરનારની પહાડીઓના કુદરતી નજારાને પણ માણી શકશે.

Sep 16, 2018, 07:53 AM IST