Video : કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં સિંહ પહોંચશે, એકસાથે 2 સિંહોના આંટાફેરા
ગીરના સિંહો હવે પોતાની હદ વટાવી રહ્યાં છે. ગીરના સિંહો (Gir Lions) હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે તેવા કિસ્સાઓ રોજ બને છે. પણ ગીરના વનરાજાઓએ હવે દૂરના વિસ્તારોમાં પણ ભ્રમણ કરતા જોવા મળી રહ્યાં છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં (Chotila) સિંહ દેખાશે. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે ચોટીલા પંથકમાં સિંહો પહોંચ્યા છે. ચોટીલામાં સિંહનો વીડિયો (lion Video) દેખા દેતા ખેડૂતો તથા લોકો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ વનવિભાગે (Forest Department) પણ ચોટીલામાં સિંહ આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.
અમદાવાદ :ગીરના સિંહો હવે પોતાની હદ વટાવી રહ્યાં છે. ગીરના સિંહો (Gir Lions) હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે તેવા કિસ્સાઓ રોજ બને છે. પણ ગીરના વનરાજાઓએ હવે દૂરના વિસ્તારોમાં પણ ભ્રમણ કરતા જોવા મળી રહ્યાં છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં (Chotila) સિંહ દેખાશે. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે ચોટીલા પંથકમાં સિંહો પહોંચ્યા છે. ચોટીલામાં સિંહનો વીડિયો (lion Video) દેખા દેતા ખેડૂતો તથા લોકો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ વનવિભાગે (Forest Department) પણ ચોટીલામાં સિંહ આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.
આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય: DPS સ્કૂલની બસ આશ્રમના બાળકોને ક્યાં લઈ જાય છે?
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકમાં સિંહની એન્ટ્રી થઈ છે. ચોટીલાના ઢેઢુકી ગામે સિંહ જોવા મળ્યો છે. અહીં સિંહોએ પશુઓના મારણ પણ કર્યા હતા. તો ચોટીલા પંથકમાં સિંહ આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. તો બીજી તરફ, ખેડૂતો અને રાહદારીઓમાં સિંહનો ડર જોવા મળ્યો છે. હજી બે દિવસ પહેલાં જ જસદણ પંથકમાં સિંહ આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે ચોટીલા પંથક દિપડા અને સિંહની હાજરીથી લોકોમાં અચરજ છવાયું છે. ખેડૂતો ખેતરવાડીમાં જતા ગભરાઈ રહ્યાં છે.
દીવ ફરવા જનારા 1% પ્રવાસી પણ નથી જાણતા આ મહત્વની બાબત, ફેમસ જલંધર બીચ સાથે છે કનેક્શન
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક બાદ એક એમ બે સિંહો ચોટીલા પંથકમાં વિહાર કરી રહ્યાં છે. આ વીડિયો કોઈ રહેણાંક વિસ્તારનો નથી, પરંતુ પહાડી વિસ્તારનો છે, જ્યાં સિંહો આવી ચઢ્યા છે. આ વીડિયોને પગલે વનવિભાગે તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ, વનવિભાગની સાથે ચોટીલાવાસીઓમાં હરખ પણ જોવા મળ્યો છે. આ વિસ્તારમાં વર્ષો પહેલા સિંહોનો વસવાટ હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સિંહો અહી જોવા મળતા ન હતા. તેથી હવે આ પંથકમાં સિંહો આવી ચઢતા ચોટીલાવાસીઓ તેઓને જોવા હરખઘેલા થયા છે. સુરેન્દ્રનગર વનવિભાગે લોકોને અપીલ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર- ચોટીલા રેન્જ અને રાઉન્ડ ફોરેસ્ટ ડાક વડલા- ચોટીલા રેન્જને જાણ કરવા અપીલ કરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube