આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય : DPS સ્કૂલની બસ આશ્રમના બાળકોને ક્યાં લઈ જાય છે?

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) અને ડીપીએસના જૂઠાણાનો ZEE 24 કલાક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાળકોને ગોંધીને ન રાખ્યાં હોવાનો દાવો CCTV દ્રશ્યોથી ખુલ્લો પડ્યો છે. 

Dipti Savant - | Updated: Nov 19, 2019, 01:15 PM IST
આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય : DPS સ્કૂલની બસ આશ્રમના બાળકોને ક્યાં લઈ જાય છે?

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) અને ડીપીએસના જૂઠાણાનો ZEE 24 કલાક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાળકોને ગોંધીને ન રાખ્યાં હોવાનો દાવો CCTV દ્રશ્યોથી ખુલ્લો પડ્યો છે. અમદાવાદના હાથીજણ પાસે આવેલ સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આશ્રમમાં રહેતી યુવતીઓ અને બાળકોને લેવા ડીપીએસ (DPS) ની સ્કૂલ બસ જતી હોવાના સીસીટીવી પોલીસના હાથ લાગ્યા છે. લગભગ 7થી 8 યુવતીઓ અને બાળકોને હાથીજણ રોડ પર આવેલ પુષ્પક સિટીમાં બે મકાનમાં રાખવામાં આવતા હતા. મોડી રાત્રે આશ્રમમાંથી નીકળી બાળકો મકાન પર આવતા હતા અને બાદમાં વહેલી સવારે આશ્રમ પરત જતા રહેતા હતા. ભગવા વસ્ત્ર ધારણ કરેલ યુવતી અને બાળકોને લેવા-મૂકવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. લગભગ છેલ્લા દોઢ મહિનાથી 7 જેટલી યુવતીઓ અને બાળકોને રહેવા માટે મકાન આપ્યું હતું. 

દીવ ફરવા જનારા 1% પ્રવાસી પણ નથી જાણતા આ મહત્વની બાબત, ફેમસ જલંધર બીચ સાથે છે કનેક્શન

SITની ટીમ આશ્રમ પહોંચી
નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં હવે SIT આવ્યું છે. ત્યારે SITની ટીમ હાલ આશ્રમ પહોંચી છે. જેમાં પુષ્પક સિટીમાં નંદીતાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ આશ્રમના બાળકોની પૂછપરછ માટે ફરી SITની ટીમે તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ ગતિવિધિને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. 

Video : મિસિંગ નિત્યનંદિતાએ માતાના આડા સંબંધો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુમ બાળકીઓને કોર્ટ સમક્ષ હાજર કરો - વકીલ
નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં આવતી કાલે હેબીયર્સકોપર કોર્ટ સાંભળશે. પરિવારના વકીલે સવાલ ઉઠાવ્યા છે કે, બાળકીઓને કોર્ટ સમક્ષ સૌ પહેલા હજાર કરો. પોલીસ બાળકીને આઈપી એડ્રેસથી શોધે. પોલીસ ડીપીએસ સ્કૂલ અને આશ્રમ વચ્ચેના સબંધ તપાસે. ડીપીએસ સ્કૂલ બસ કે પુષ્પદીપ સોસાયટીમાં યુવતી અને બાળકોને લઈને આવતી હતી. તો ગુમ બાળકીના કપડાં અને વસ્તુઓ આશ્રમમાંથી મળી આવ્યા છે, તો યુવતી બહાર ક્યારે ગઈ એ પણ એક સવાલ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube