ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર
ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.
ભાવનગર: ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાયન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.
ગીરના જંગલોમાં રહેતા ડાલામાંથાઓએ પોતાની વધતી જતી વસતીના પ્રમાણમાં વિસ્તાર સીમિત રહેતો હોય તેવા સંજોગોમાં સિંહ ગીરના જંગલો માંથી અમરેલી અને બાદમાં ભાવનગર જીલ્લામાં પોતાનો વસવાટ કર્યો છે. તેનું મુખ્ય કારણ છે. ભાવનગર જીલ્લામાં આવેલ લાંબો શેત્રુજી નદીનો કિનારો, જે સિંહો માટે સૌથી વધુ અનુકુળ વિસ્તાર છે. ભાવનગર જીલ્લાના તળાજા-મહુવા-પાલીતાણા-ગારીયાધાર તથા જેસરના વિસ્તારોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે. વર્ષ 2005માં ભાવનગર જીલ્લામાં થયેલી સિંહોની વસ્તી ગણતરીમાં 14 સિંહો હતા. ત્યારબાદ સિંહો 32 સિંહો થયા અને હાલ 60 જેટલા સિંહો જીલ્લામાં નોંધાયા છે.
સુરત: તાપીમાં દૂષિત પાણીને મુદ્દે માંડવીના કોંગ્રેસના MLAની ‘જળ સમાધિ’ની ચિમકી
આ ઉપરાંત દીપડા, ઝરખ જેવા વન્યજીવો પણ ભાવનગર જીલ્લામાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પાલીતાણામાં ભાવનગર અને અમરેલી જીલ્લાનું અલગ વાઈલ્ડલાઈફ ડીવીજન પણ ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે આ જીલ્લામા વસતા વન્યપ્રાણીઓને અને ખાસ કરીને સિંહો તાકીદે સારવાર મળી રહે તે માટે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના વડાલ ગામ નજીક એશિયાટિક લાઈન કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ: કાલુપુર સ્ટેશન પર રેલવે પોલીસ કરશે બેટરીથી ચાલત સેગવેથી પેટ્રોલિંગ
વડાલ ખાતેના ૨ કરોડના ખર્ચે એશિયાટિક લાઈન કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું જે જ્યાં સિંહો સાથે અન્ય વન્યપ્રાણીઓને સારવાર માળી રહે તે માટે ની તમામ સવલતો સ્ટાફ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અહિયાં લેબોરેટરી, સારવાર રૂમ, પ્રાણીઓના મૃતદેહના પીએમ માટે પીએમ રૂમ તેમજ અદ્યતન ઓપરેશન થીયેટર ઉભું કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરાયેલ કે બીમાર સિંહો તેમજ અન્ય વન્યપ્રાણીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે આહી 24 કલાક સ્ટાફ ઉપલબ્ધ રહેશે અને તેમના રહેવા માટે ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત આગામી સમયમાં આહી લોહી અને યુરીન ટેસ્ટ માટેની લેબોરેટરી અને સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવશે, આ સાથે અહી એક સાથે ૬ વન્યપ્રાણીઓને રાખવાની સુવિધા કરવામાં આવી છે. તેમજ શાળાના બાળકો ને સિંહો અંગે માર્ગદર્શન મળે તે માટે એજ્યુકેશન કેમ્પ કરી શકાય તેવી વ્યસ્થા પણ ઉભી કરવમાં આવી છે.
આ એનિમલ કેર થતા હવે ભાવનગર જીલ્લ અને આજુબાજુના જીલ્લામાં વસતા સિંહોને તુરંત સારવાર મળી શકશે અને સિંહો પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ આવશે, સમગ્ર એશિયામાં માત્ર ગુજરાત પાસે જ એશિયાટિક સિંહ છે અને જે ભાવનગર જીલ્લમાં પણ વસવાટ કરી રહ્યા છે તેનું ભાવેણાવાસીઓ પણ ગૌરવ લઈ રહ્યા છે.