ગીર-સોમનાથ : પાડોશીએ મહિલાના મકાનના બાથરૂમમાં લગાવ્યો સ્પાય કેમેરો
Spy Camera In Neighbour House : વેરાવળના પોશ એરિયા 80 ફુટ રોડ પર એક ખાનગી મકાનમાં તેના પાડોશીએ બારીની જાળીમાં સ્પાય કેમેરા લગાવ્યો... પોલીસે પાડોશીની ધરપકડ કરી
Gir Somnath News : સીસીટીવી, સ્પાઈ કેમેરા જેવી આધુનિક ટેકનલોજીથી આજના સમયના અનેક લાભ છે, પરંતુ જ્યારે આવી ટેકનોલોજી શેતાની માનસિકતા વાળા ગુનેગાર ના હાથમાં આવે છે ત્યારે તે સમાજમાં ચારે તરફ અસુરક્ષાની પરિસ્થિતિ ઊભી કરે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગીર સોમનાથના વેરાવળમાંથી જ્યાં એક મહિલાના પોતાની માલિકીના ઘરમાં તેના પાડોશીએ લગાવેલ ગુપ્ત સ્પાય કેમેરા મળી આવતા સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ અને પોલીસ સ્ટેશને દોડી ગયો હતો
હોટલ કે બહારના સ્થળો પર આ પ્રકારના સ્પાય કેમેરા મળી આવવાની ઘટના આપણે સૌએ સાંભળી છે પણ... પોતાની માલિકીના ઘરના બાથરૂમમાં સ્પાઇ કેમેરા હોવાનો ખ્યાલ તો કોઈને સપનામાં પણ ન આવે... ગીર સોમનાથના વડામથક વેરાવળના પોષ એરિયા 80 ફુટ રોડ પર એક ખાનગી મકાનમાં તેના પાડોશીએ બારીની ઝાળી માં સ્પાય કેમેરા લગાવ્યો હતો. ઘરના સભ્ય જ્યારે બાથરૂમમાં ગયા ત્યારે નાનું એવું ડીવાઈઝ જોઈ તેઓને શંકા ગઈ, અને બાજુમાં જ્યાં પાડોશીના મકાનમાં જઈને જોયું તો સ્પાય કેમેરાની આખી હકિગત સામે આવી. આખો મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો ત્યારે પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ I.T એકટ ની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાના ધામમાં નફરત : પ્રથમ નંબરને બદલે બીજા નંબરની વિદ્યાર્થીનું સન્માન કરાયું
ત્યારે આ ઘટનાથી અમુક પ્રશ્નો પ્રસ્તુત થાય છે જેના જવાબ મેળવવા ખૂબ જરૂરી બને છે. ત્યારે આ યુવક આ પ્રકારના કારસ્તાન પહેલા પણ કરી ચૂક્યો છે કે કેમ? મળી આવ્યા પેહલા યુવા કે સ્પાઈ કેમેરામાં શું રેકોર્ડ કર્યું હતું? યુવક પાસે સ્પાય કેમેરો ક્યાંથી આવ્યો? શું મહિલાઓ પોતાના ઘરના બાથરૂમમાં પણ સુરક્ષિત નથી??? આવા કિસ્સાની અંદર પોલીસ દાખલા રૂપ કામગીરી કરીને શેતાની માનસિકતા ઉપર કઠોર દંડ કરે ત્યારે જ સમાજમાં મહિલાઓ સુરક્ષિત અનુભવ કરશે.
ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા જામનગરમાં એક બેંકના આસિસ્ટન્ટ મેનેજરે મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જેની ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ તારીખથી મેઘરાજા ફરી એન્ટ્રી કરશે