હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગીર-સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં રાજ્યના સીએમ રૂપાણી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં રાજ્યના પૂર્વ સીએમ કેશભાઇ પટેલ તેમજ 12 જ્યોર્તિલિંગના અધિકારીઓએ હાજરી આપી હતી. સાથે જ મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓની હડતાલનો બે દિવસમાં અંત, મુસાફરોમાં આનંદ


ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું 23, 24, અને 25 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનીધ્યમાં આજથી (શનીવાર) આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પણ હાજર રહ્યાં હતા.


વધુમાં વાંચો: ફાયરબ્રીગેડ સબઓફીસરની જગ્યા માટેની ભરતી પ્રક્રીયાને લઇ ફરી વિવાદ


ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી અને સાથે જ મહાદેવને જળાભિષેક અને આરતીનો લાહવો પણ લીધો હતો. જ્યારે આ મહોત્સવમાં બાર જ્યોર્તિલિંગના અધિકારીઓ તેમજ પદાધીકારીઓ અને પુજારી સહિતના લોકો ત્યાં હાજર રહ્યાં હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...