Trending Reels નિલેશ જોશી/દમણ : રીલ્સના ચક્કરમાં લોકો હવે એવા ઘેલા થયા છે કે ભાન ભૂલી રહ્યાં છે. એક સમય એવો હતો જેમાં સ્ત્રી લજ્જાનું રૂપ ગણાતુ. પરંતુ હવે સ્ત્રીઓ જ અશ્લીલતાની હદ પાર કરી રહ્યાં છે. ગુજરાતીઓ જે દરિયાએ જ્યાં છુટથી દારૂ પીવા જાય છે ત્યાં અંધારી રાતે બીચ પર એવુ જોવા મળ્યું કે ત્યાં હાજર લોકો રીતસરના હચમચી ગયા. દમણના દરિયા કિનારે એક યુવતીએ જાહેરમાં પોતાના કપડા ઉતાર્યા હતા. મોડી રાતે સૂમસામ દરિયા કિનારે બનાવેલી આ રીલ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમણના દરિયા કિનારે એક યુવતીએ અશ્લીલતાની તમામ હદ પાર કરી. ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. મોડી રાત્રે સૂમસામ દરિયા કિનારે યુવતીની અશ્લીલ હરકત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. 


આ વીડિયો દમણમાં નમો પથ અથવા રામ સેતુ પર શૂટ કર્યો હોવાનું અનુમાન છે. જોકે, આ યુવતી કોણ છે તે હજી સામે આવ્યુ નથી. યુવતીનો ચહેરો પણ દેખાઈ નથી રહ્યો. પરંતુ જાહેરમાં યુવતીઓ હવે હદ પાર કરી રહી છે. 


સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રીલ બનાવવા વીડિયો શૂટ કર્યો હોવાનું અનુમાન છે. ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 


ગુજરાતમાં બસ ટિકિટ ખરીદી રામાયણ અને મહાભારતમાં જઈ શકશો, વિશ્વાસ ન આવતો હોય તો વાંચો


પૃથ્વી પર આ ઘટનાઓ બને તો સમજી જજો કળિયુગ આવી ગયો, ઘોડા પર સવાર થઈને આવશે એક શખ્સ