પૃથ્વી પર આ ઘટનાઓ બને તો સમજી જજો કળિયુગ આવી ગયો, ઊંચા ઘોડા પર સવાર થઈને આવશે એક શખ્સ
KaliYuga End : કળિયુગના છેલ્લા પાંચ વર્ષ પૃથ્વી પર કેવા રહેશે? પૃથ્વી પર કેટલી આફતો આવશે? કળિયુગ કેટલો લાંબો હશે? આ વાતો વાર્તાઓમાં વારંવાર સાંભળવા મળે છે. તો આ રહ્યો તેનો જવાબ
Trending Photos
How will life on Earth end : આ પૃથ્વીના ચાર યુગ છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. હાલ આપણે કળિયુગમાં જીવી રહ્યાં છે. કળિયુગ એટલે જો તમે કોઈ કુકર્મ કરો છો તો તેનું ફળ અહી જ મળે છે. પરંતુ કલ્કી પુરાણમાં કળિયુગ વિશે વિસ્તારમાં જણાવાયું છે. પુરાણો અનુસાર, કલયુગ 4,32,000 વર્ષ સુધી ચાલશે. કળિયુગના લગભગ પાંચ હજાર વર્ષ વીતી ગયા છે. પરંતુ કળિયુગની છેલ્લી રાત્રી પાંચ વર્ષ સુધી લાંબી ચાલશે તેવુ કહેવાય છે. ચાલો તમને જણાવીએ આ રોચક માહિતી.
હિન્દુ ધર્મના પુરાણો અનુસાર, કળિયુગ એટલે પૃથ્વીનો અંત. પવૃથ્વીના અંત સમયે કેટલીક એવી ઘટનાઓ ઘટશે જેનાથી આપોઆપ પૃથ્વીના અંતના સંકેત મળી જશે, ત્યારે લોકો સમજી જશે કે કળિયુગનો અંત આવી ગયો છે. કળિયુગના છેલ્લા પાંચ વર્ષમાં પૃથ્વી પર પુષ્કળ વરસાદ થશે. કળિયુગના અંત સુધી પૃથ્વી ઉજ્જડ બની જશે. પાકો પર કોઈ ફૂલ ઊગશે નહીં. પ્રાણીઓ નિર્જીવ બની જશે. કળિયુગની છેલ્લી રાત એટલી લાંબી હશે કે તે લાંબો સમય નહીં ચાલે.
કળિયુગના અંતની રસપ્રદ બાબત એ હશે કે, આસમયે એક-બે નહિ, તે સમયે એક સાથ 12 સૂરજ ઉગશે. આ 12 સૂર્ય પૃથ્વી પર અસ્ત થશે નહીં જ્યાં સુધી પૃથ્વી તમામ પાણીને ભીંજવી ન દે. આ પછી ભગવાન વિષ્ણુ ભગવાન કલ્કીનો અવતાર લેશે અને પૃથ્વી પરથી જીવોનો નાશ કરશે. આ ઘટનામં ત્રણ દિવસનો સમય લાગશે.
કળિયુગની મહત્વની બાબતો
- કળિયુગના અંતમાં મનુષ્યની ઉંમર માત્ર 12 વર્ષ અને શરીર 4 ઈંચનું રહી જશે.
- કળિયુગના અંતમાં સમગ્ર માનવજાતિનું પતન થઈ જશે. લોકોમાં દ્વેષભાવ અને દુર્ભાવના વધશે.
- કળિયુગનો અંત કરવા ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે.
- કળિયુગમાં લોકો ધન લોભમાં હત્યા કરતા પણ સંકોચ નહિ કરે.
- કળિયુગના પાંચ હજાર વર્ષ બાદ ગંગા નદીનું પાણી સૂકાઈ જશે. તે પરત વૈકુંઠ ધામ ફરશે.
- કળિયુગના 10 હજાર વર્ષ થશે ત્યારે ભગવાન પૃથ્વી પરતથી સ્વર્ગલોકમાં જતા રહેશે. મનુશ્યો પૂજન, કર્મકાંડ, ઉપવાસ વ્રત અને ધાર્મિક કાર્યો કરવાનું સદંતર બંધ કરી દેશે.
- એક સમય એવો આવજે જેમાં જમીનમાંથી પાક ઉગવાનું જ બંધ થશે. પૃથ્વી પરના છોડ નષ્ટ થઈ જશે, ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે
- કળિયુગમાં સમાજ હિંસક બનશે. જેઓ બળવાન છે તેઓ આ રાજ્ય પર રાજ કરશે. માનવતા નાશ પામશે. સંબંધોનો અંત આવશે. એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન કેમ બનશે.
- કળિયુગમાં એક એવો સમય આવશે જ્યારે સ્ત્રી અને પુરૂષ બંને અંધેર બની જશે. સ્ત્રીઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરશે અને પુરુષો પણ.
કયા સંતોના નામની આગળ 1008 લાગે છે? 99 ટકા ભારતીયો આ નથી જાણતા
જ્યારે આતંક ચરમસીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર લેશે. વિષ્ણુયાશ નામના બ્રાહ્મણના ઘરે આ અવતારનો જન્મ થશે. ભગવાન કલ્કિ ખૂબ ઊંચા ઘોડા પર સવાર થઈને પોતાની વિશાળ તલવારથી તમામ દુષ્ટોનો નાશ કરશે. ભગવાન કલ્કિ માત્ર ત્રણ દિવસમાં પૃથ્વી પરથી તમામ દુષ્ટોનો નાશ કરશે. અને પછી કળિયુગમાં છેલ્લા સમયના અંતે, ખૂબ જ ગાઢ પ્રવાહોમાં સતત વરસાદ થશે, જે ચારેબાજુ પાણી ફરી વળશે. આખી પૃથ્વી બળી જશે અને પ્રાણીઓ નાશ પામશે. આ પછી, એક સાથે બાર સૂર્યો ઉગશે અને પૃથ્વી તેમના તેજથી સુકાઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે