સુરત : લગ્નપ્રસંગમાં રમતા-રમતા બાળકી વાયરને અડી ગઈ, જોતજોતામાં થયું મોત
સુરતના પાંડેસરામાં 9 વર્ષની બાળકીનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે લોખંડના પાઇપ પર લગાવેલ લાઇટિંગ ફોક્સને તે સ્પર્શ કરી જતા બાળકીનું મોત નિપજ્યું હતું.
ચેતન પટેલ/સુરત :સુરતના પાંડેસરામાં 9 વર્ષની બાળકીનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે લોખંડના પાઇપ પર લગાવેલ લાઇટિંગ ફોક્સને તે સ્પર્શ કરી જતા બાળકીનું મોત નિપજ્યું હતું.
ડાંગમાં એવો રહસ્યમયી ધડાકો થયો કે, પથ્થરો પણ જમીનમાંથી બહાર આવીને ઉછળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ વાલ્મીકી આવાસમાં આ બનાવ બન્યો હતો. આ આવાસમાં એક યુવકના લગ્ન હતા, જેની પીઠીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો. ત્યારે આવાસમાં જ રહેતી 9 વર્ષની પ્રિયંકા ખેરનાર નામની બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી. ત્યારે લગ્ન પ્રસંગ હોઈ લોખંડના પોલ પર ફોક્સ લાઈટ લગાવવામાં આવી હતી. રમતરમતમાં પ્રિયંકા ખેરનાર ફોક્સ લાઈટને અડી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પણ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.
બાળકીનો અંગૂઠો કાપી નાંખનાર નર્સ વી.એસ હોસ્પિટલમાંથી થઈ ગઈ રફુચક્કર
આ ઘટનામાં પ્રિયંકાનું મોત નિપજ્યું હતુ, તો અન્ય બે બાળકોને પણ કરંટ લાગ્યો હતો. ઘટના બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. આમ, લોકોની નિષ્કાળજીનો ભોગ એક માસુમ બાળકી બની હતી, તો બીજી તરફ લગ્નના પ્રસંગ વચ્ચે દુખની લાગણી છવાઈ ગઈ હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV