ડાંગમાં એવો રહસ્યમયી ધડાકો થયો કે, પથ્થરો પણ જમીનમાંથી બહાર આવીને ઉછળ્યા

ડાંગના સુબિર નજીક પંપા સરોવર પાસે આજે રહસ્યમયી ધડાકો થયો હતો. ધડાકો થતા જ લોકો ગભરાઈ ગયા હતા, અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. એટલુ જ નહિ, આ ધડાકા બાદ ડાંગમાં ભૂસ્તરીય હલચલ પણ થઈ હતી, જેને કારણે લોકો વધુ ડરી ગયા હતા. આ ધડાકામાં જમીનમાં ખૂંપેલા પત્થરો પણ ઉડ્યા હતા. 
ડાંગમાં એવો રહસ્યમયી ધડાકો થયો કે, પથ્થરો પણ જમીનમાંથી બહાર આવીને ઉછળ્યા

સ્નેહલ પટેલ/નવસારી :ડાંગના સુબિર નજીક પંપા સરોવર પાસે આજે રહસ્યમયી ધડાકો થયો હતો. ધડાકો થતા જ લોકો ગભરાઈ ગયા હતા, અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. એટલુ જ નહિ, આ ધડાકા બાદ ડાંગમાં ભૂસ્તરીય હલચલ પણ થઈ હતી, જેને કારણે લોકો વધુ ડરી ગયા હતા. આ ધડાકામાં જમીનમાં ખૂંપેલા પત્થરો પણ ઉડ્યા હતા. 

ડાંગમાં આજે સવારે સુબિર તાલુકના શબરી ધામ પાસે જોરદાર ધડાકો થયો હતો. શબરી ધામમાં પ્રવાસન વિભાગે બનાવેલ પંપા સરોવર પાસે આ ધડાકો થયો હતો. જેથી મંદિર નજીક ધડાકા થવાની સાથે જ જમીનમાંથી પથ્થરો ઉડ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો સુબિર વિસ્તારમાં ભૂગર્ભીય હિલચાલ થયાની શક્યતા અનુભવી રહ્યાં છે. 

તો બીજી તરફ, પથ્થરો ઉડવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. પહેલા તો લોકોને ભૂકંપનો જ ડર લાગ્યો હતો. આ કારણે નાસભાગ મચી હતી, તો કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ભૂગર્ભમાં અવાજ સંભળતો હોવાની પણ સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ હતી. આ રહસ્યમયી ધડાકા અંગે ડાંગ અધિક કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. જોકે આ ધડાકો કયા કારણોસર થયો હતો કે, હકીકતમાં કોઈ ભૂર્ગભીય હલચલ છે, તે હજી સામે આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news