અમદાવાદમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મની હિચકારી ઘટના
શહેરના આંબલી બોપર રોડ પર છાપરામાં રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા બાળકીને લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વહેલી સવારે તેનાં ઘર નજીક છોડીને ફરાર થઇ ગયોહ તો. સરખેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીની શોધખોળ આદરી છે. હાલ બાળકીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
અમદાવાદ : શહેરના આંબલી બોપર રોડ પર છાપરામાં રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા બાળકીને લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વહેલી સવારે તેનાં ઘર નજીક છોડીને ફરાર થઇ ગયોહ તો. સરખેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીની શોધખોળ આદરી છે. હાલ બાળકીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
જામનગર-જમ્મુમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાથી લોકોમાં ઠંડી અને ડર બંન્નેથી ફફડ્યાં
આંબલી બોપલ રોડ પર રામેશ્વર ફાર્મ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં એક મજુર પરિવાર છાપરા બાંધીને રહે છે. ત્રણ દિવસ પહેલા આ પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઇ ગઇ હતી. જેના પગલે પરિવાર દ્વારા આસપાસ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ મુદ્દે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ સ્થળ પરથી બાળકીની શોધખોળ આદરી હતી. આ દરમિયાન બીજા દિવસે વહેલી સવારે પોલીસે સીસીટીવી તેમજ અગલ અલગ સ્થળોથી બાળકીની શોધખોળ આદરી હતી. જો કે બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે તે ઘર નજીકનાં ત્રણ રસ્તા પરથી મળી આવી હતી.
અજબ તરકીબથી ઘુસાડાયો લાખોનો દારૂ, પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઇ
પોલીસે પરિવારને બાળકી સોંપી હતી. જો કે કંઇક અજુગતુ લાગતું હોવાથી તેનાં માંને બાળકીની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે તેને તત્કાલ સારવાર ચાલુ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે અપહરણનાં ગુનામાં બળાત્કારની કલમ પણ ઉમેરી હતી. આ ઉપરાંત યુદ્ધનાં ધોરણે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube