અજબ તરકીબથી ઘુસાડાયો લાખોનો દારૂ, પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઇ

અજબ તરકીબથી ઘુસાડાયો લાખોનો દારૂ, પોલીસ પણ મોઢામાં આંગળા નાખી ગઇ

* રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાત પહોંચ્યો
* સરખેજમાં કોઈ વ્યક્તિને આપવાનો હતો દારૂનો જથ્થો
* પીકઅપ વાનમાં બનાવ્યા હતા બે ગુપ્ત ખાના 
* દારૂ સંતાડવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી

ઉદય રંજન/અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલી એક પીકઅપ વાન સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રૂપિયા અઢી લાખ ના વિદેશી દારુ સાથે ચારેય શખ્શો રાજેસ્થાનથી દારુ લાવ્યા હોવાનું કાબુલી રહ્યા છે.આ સાથે જ આ દારૂનો જથ્થો સરખેજમાં એક વ્યક્તિને આપવાનો હોવાની કેફિયત પણ પોલીસ સમક્ષ કાબુલી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ટીવી સ્ક્રીન ઉપર દેખાતું આ વાહન પહેલી નજરે તો સામન્ય લાગે છે, પરંતુ આ વાહનની અંદર બે ગુપ્ત ખાના બનાવેલા છે. જેમાં દારુ સંતાડવામાં આવતો હોય છે હવે અમે તમને બતાવીશું કે કેવી રીતે આ ગાડીમાં ગુપ્ત ખાનામાં દારૂ મુકવામાં આવે છે અને કાઢવામાં પણ આવે છે. ખુબ જ ચાલીકીથી દારુ સંતાડવામાં આવતો હોય છે. પરંતુ કહેવાય છેને ગુનેગાર કેટલો પણ શાતીર હોય કોઈ એક દિવસે તો તે પકડાઈ જ જતો હોય છે. આજે પણ એવું જ કઈક થયું જેમાં રામોલ પોલીસની ગિરફતમાં દારૂની આ રીતે હેર્ફેરી કરનારા ચાર શખ્શો ઝડપાઈ ગયા.

૩૧ ડીસેમ્બરને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે શહેરમાં દારુ આવે નહિ તેના માટે થઈને પોલીસની કવાયત શરૂ થઇ ચુકી છે. જેના ફળ સ્વરૂપે રામોલ પોલીસે વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીકથી એક મહેન્દ્ર પીક-અપ બાતમીના આધારે ઝડપી પાડ્યું. જેમાં ગુપ્ત ખાના બનાવીને રાજસ્થાનથી દારૂ લાવામાં આવતો હતો. પોલીસે હાલ પકડાયેલા ચારેય આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી છે, કારણકે દારૂનો જથ્થો અમદાવાદના સરખેજ વિસ્તારના કોઈ ચોક્કસ શખ્શને ડીલીવરી આપવાની હતી. તેઓ આરોપોઓ હાલ પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે.

પ્રેમી યુગલ સાવધાન! હવે ભાગીને નહી થઇ શકે લગ્ન, કાયદામાં ફેરફારની માંગ સાથે આંદોલન
નવા વર્ષના આગમનની ઉજવણી અંગે તમામ શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ નવા વર્ષમાં નગરજનો દારૂનું સેવન ન કરે તે માટે પોલીસ પ્રતિબદ્ધ છે. જયારે બીજી તરફ તાજેતરમાં જ રાજ્ય પોલીસવડાએ લીધેલા નિર્ણયમાં રાજ્યની તમામ ચેકપોસ્ટો પરથી ચેકિંગ પોઈન્ટ હટવવાના નિર્ણયના પગલે દારૂનો ધંધો કરનારા બુટલેગરોને જાણે કે મોકળું મેદાન મળી ગયું છે. જેથી કરીને રાજસ્થાનથી અમદાવાદ સુધી રૂપિયા બે લાખનો વિદેશી દારૂનો જથ્થો પહોંચી ગયો હોય તેવો એક અંદાજ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news