ઓપરેશન જિંદગી; અમરેલીના સુરાગપુરમાં ખુલ્લા બોરવેલમાં પડી બાળકી, રેસ્ક્યૂ શરૂ
વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી 40થી 50 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના પગલે 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરાઈ છે. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં બાળકી પડી છે.
ઝી બ્યુરો/અમરેલી: માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે અમરેલીમાં બનેલી આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી છે. પરપ્રાંતીય ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી છે.
વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી 40થી 50 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના પગલે 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરાઈ છે. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં બાળકી પડી છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા તાબડતોડ કેમેરા ઉતારવામાં આવ્યા છે.
બીજી બાજુ બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સુરાગપુર ગામમાં વહીવટી તંત્રીની ટીમ પહોંચીને આરોહીને બચાવવા કામગીરી હાથ ધરી છે. મેડિકલ ટીમ તેમજ ફાયર ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ છે.