MSU Vadodara જયંતી સોલંકી/વડોદરા : એમ એસ યુનિવર્સિટીનો નમાઝનો બનાવ હજુ શાંત થયો નથી, ત્યાં યુનિવર્સિટીનો બીજી ફેકલ્ટીનો વીડિયો વાયરલ થયો છે. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં નમાઝ પડતી યુવતી નજરે પડી છે. થોડા સમય પહેલા જ સંસ્કૃત ફેકલ્ટીની સામે નમાજ પડતા વીડિયો વાયરલથી વાતાવરણ ગરમાયું હતું. ત્યારે ફરી એકવાર MSU ની સાયન્સ ફેકલ્ટીની બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતીએ નમાઝ પડતા યુનિવર્સિટીનું વાતાવરણ તંગ બન્યું છે. આ અંગે સેનેટ મેમ્બર દ્વારા ફેકલ્ટી ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તો નમાઝ મામલે હિન્દુ સંગઠનમાં રોષ ફાટી નીકળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર  નમાજ પઢવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. સંસ્કૃત ભવન બાદ હવે સાયન્સ ફેકલ્ટીમાં એક યુવતીનો નમાજ પઢતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સેનેટ મેમ્બરે ફેકલ્ટી ડીનને કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. 



ત્યારે આ સમગ્ર મામલે બોટની વિભાગના HOD અજાણ જોવા મળ્યાં. આ અંગે પૂછવામાં આવતા વિભાગના હેડ એન એસ આર ક્રિષ્નાયાએ જણાવ્યું કે, નમાજ મામલે મને કોઈ પણ જાતની જાણ નથી. મીડિયા મારફતે સમગ્ર ઘટનાની જાણ થઈ છે. યુનિવર્સિટીના તમામ HODને આ અંગે જાણ કરાશે. શૈક્ષણિક સંકુલમાં નમાજ પડવું યોગ્ય નથી. આ મામલે તપાસ થતા યોગ્ય સહયોગ આપવામાં આવશે.


મહત્વનું છે અગાઉ 26 ડિસેમ્બરે કોમર્સ ફેકલ્ટી નજીક બે શખ્સો નમાઝ પઢતા હોવાની જાણ થતા જ યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડતી થઇ હતી. જેમાં બંને વિદ્યાર્થીઓને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. તો આવી ઘટનાઓ અટકાવવા માટે હિન્દુ સંગઠને ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી હતી. પરંતુ MS યુનિવર્સિટીમાં વિવાદ સમવાનું નામ નથી લેતું. ફરી એકવાર એક યુવતીનો નમાજનો વીડિયો વાયરલ થતા વિરોધ ઉઠ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે વડોદરામાં વિદ્યાના ધામને કોણ બનાવવા માગે છે નમાજ પઢવાનું સ્થળ? યુનિવર્સિટીમાં ભણવાના બદલે કોણ પઢી રહ્યું છે જાહેરમાં નમાજ? વિદ્યાના ધામમાં નમાજ કેમ?